પર્સમાં રાખો આ વસ્તુઓ તો હંમેશા રહેશે માં લક્ષ્મીની કૃપા

પર્સમાં રાખો આ વસ્તુઓ તો હંમેશા રહેશે માં લક્ષ્મીની કૃપા
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  ધનતેરસના આ દિવસે આપણે ઘરમાં દીવા કરીએ છીએ. માં લક્ષ્મીની ખાસ પૂજા કરીએ છીએ. સોના ચાંદીની વસ્તુઓ પણ લાવીએ છીએ. જેથી કરીને આપણા ઘરમાં સમૃદ્ધિ આવે. પણ તે પછી આખું વર્ષ આપણે માં લક્ષ્મીની કૃપા આપણા પર થાય તે માટે કોઇ ખાસ પ્રયાસો કરતા નથી. માટે જ જો આખું વર્ષ તમારે ત્યાં પૈસાની ખોટ ઊભી ના થાય તેવું ઇચ્છો છો તો પર્સમાં રાખો આટલી વસ્તુ. પર્સમાં આ વસ્તુઓ રાખવાથી માં લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા રહે છે.

  માં લક્ષ્મીની તસવીર


  સૌથી પહેલા તો તમારા પર્સમાં માં લક્ષ્મીનો ફોટો મૂકો. તમે પર્સમાં ધનતેરસના દિવસે પૂજા કરેલો ચાંદીનો સિક્કો જેની પર માંની મૂર્તિ હોય તે પણ મૂકી શકો છો. આ સિક્કો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  પીપળાનું પાન
  હિંદુઓ માન્યતા મુજબ પીપળા પાન ખૂબ જ પૂજનીય હોય છે. એક તાજું પીપળનું પાન લઈને એને ગંગા જળથી સાફ કરો. પછી એના પર કેસરથી શ્રી લખો અને પર્સમાં રાખી લો.

  ચોખા
  વધુમાં 21 દાણા ચોખાની એક પડકી પણ પર્સમાં રાખો જેથી પૈસાનો ખોટો વ્યય ના થાય. જો તમે ખર્ચીલા સ્વભાવના હોવ તો આ ટૂચકું અચૂક કરો.

  વડીલથી મળેલા પૈસા
  જો દિવાળી કે ધનતેરસ પર તમારા ઘરના વડીલ તમને ખુશીની કોઇ રૂપિયા આપે છે તો તેને આશીર્વાદ સમજી પર્સમાં રાખો. આ રૂપિયાથી કંઇ ખરીદો નહીં.

  તમારી દીકરીનો ફોટો
  કહેવાય છે કે દીકરી સ્વરૂપે ભગવાન દરેક ઘરમાં એક લક્ષ્મી મોકલે છે. તમારી પત્ની કે દીકરીની આ તસવીર તમે જ્યારે પણ પર્સ ખોલશો તો એક સકારાત્મક ઉર્જા તમને આપશે. યાદ રાખો લક્ષ્મી ત્યાં જ વસે છે જ્યાં સ્ત્રીનું સન્માન થાય.
  Published by:News18 Gujarati
  First published:October 25, 2019, 18:06 pm

  ટૉપ ન્યૂઝ