Home /News /lifestyle /આ ઉંમરના બાળકોને ક્યારે ના આપશો Coffee, પેરેન્ટ્સ ખાસ જાણી લો આ ભયંકર નુકસાન વિશે, નહીં તો..

આ ઉંમરના બાળકોને ક્યારે ના આપશો Coffee, પેરેન્ટ્સ ખાસ જાણી લો આ ભયંકર નુકસાન વિશે, નહીં તો..

બાળકોને કોફી પીવડાવવાથી થાય છે આ ભયંકર નુકસાન

coffee side effects: બાળકોને કોફી પીવડાવવાથી અનેક ઘણું નુકસાન થાય છે. બાળકોને ક્યારે પણ કોફી આપશો નહીં. કોફીમાં કેફીન નામનું તત્વ હોય છે જે બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. જો તમે પણ બાળકોને કોફી પીવડાવો છો તો હવેથી બંધ કરી દેજો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક માતા-પિતા ઇચ્છે છે કે એમનું બાળક હેલ્ધી હોય. આ સાથે જ બાળકને એવો ખોરાક ખવડાવે જે પૂરેપુરા ન્યુટ્રીશનથી ભરપૂર હોય. આ બધી જ વસ્તુ બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળક હેલ્ધી હોય એ ખૂબ જ જરૂરી છે. જો બાળક હેલ્ધી ના હોય તો શરીરમાં નાની-મોટી બીમારીથી હંમેશા પીડાતુ જ રહે છે. આ માટે બાળકને એવો ખોરાક આપવો જોઇએ એ પોષક તત્વોથી ભરપૂર હોય. આમ, જો વાત કોફીની કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સને કોફી બાળકને પીવડાવી જોઇએ કે નહીં એ વિશે પ્રશ્ન થતો હોય છે. જો તમને પણ આવો પ્રશ્ન થાય છે તો જાણી લો આ જવાબ વિશે.

    આ પણ વાંચો: જાણો મ્યુઝિક સાંભળવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે

    જાણો બાળકોને કોફી પીડવાની સાચી ઉંમર


    બાળકોને 8 વર્ષની ઉંમર પછી તમે એક કપ લાઇટ કોફી આપી શકો છો. તમારે આ સમયે ખાસ કરીને ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ તમને ખાસ વાત એ જણાવી દઇએ કે બાળકોને કોફી પીવડાવી બહુ ખતરનાક સાબિત થઇ શકે છે. આમ, જો તમારું બાળક કોફી પીવાની જીદ કરતુ નથી તો તમે એને 16 વર્ષની ઉંમર પછી જ કોફી આપો. આ ઉંમર કોફી આપવા માટે સૌથી બેસ્ટ છે. 8 વર્ષની ઉંમર પહેલા ક્યારે પણ બાળકને કોફી આપવી જોઇએ નહીં.

    આ પણ વાંચો: આ રીતે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરો

    આમ, તમને જણાવી દઇએ કે ક્યારે પણ બાળકોને રાત્રે કોફી પીવડાવશો નહીં. એક અહેવાલ મુજબ સાંજના 7 વાગ્યા પછી બાળકોને કોફી પીવડાવવાથી અનેક ઘણું નુકસાન થાય છે. જો તમે રાત્રે બાળકોને કોફી આપો છો તો ઊંઘ ખરાબ થાય છે અને સાથે ખોરાક પચવામાં પણ ભારે પડે છે. આ માટે ક્યારે પણ બાળકને રાત્રે કોફી પીવડાવશો નહીં.

    જાણો કોફી પીવાથી શું થાય છે નુકસાન


    કોફીમાં એક ખતરનાક તત્વ હોય છે જે કેફીન નામથી જાણીતું છે. કોઇ વ્યક્તિ વઘારે માત્રામાં કોફી પીવે છે તો એને અનિદ્રા, પેટમાં ગડબડ, માથુ દુખવું, એકાગ્રતા ના આવવી જેવી અનેક સમસ્યાઓ થઇ શકે છે.



    કોફીમાં દૂધ, ખાંડ અને ક્રીમ પણ આવે છે જે બાળકોની હેલ્થને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે નાની ઉંમરમાં બાળકોને ક્યારે પણ કોફી પીવડાવશો નહીં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Coffee, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन