કાઠિયાવાડી રીંગણનો ઓળો આખરે બને છે કેવી રીતે, જાણી લો ખાસિયત

શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…

News18 Gujarati
Updated: December 7, 2018, 2:12 PM IST
કાઠિયાવાડી રીંગણનો ઓળો આખરે બને છે કેવી રીતે, જાણી લો ખાસિયત
શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…
News18 Gujarati
Updated: December 7, 2018, 2:12 PM IST
રીંગણનો ઓળો બનાવવા માટેની સામગ્રી :
૧ રીંગણ
૧ ટામેટું

૫ કળી લસણ
લાલ મરચું
જીરુરાઈ
લીલી ડુંગળી
ઘી
મીઠુ સ્વાદાનુસાર
કોથમીરબનાવવાની રીત:

રીંગણના ભૂટ્ટામાં લસણની કળીઓ નાખીને ગેસ કે ભઠ્ઠીમાં શેકી લો. રીંગણા શેકાઈ જાય પછી તેના છોતરા ઉતારીને તેને સારી રીતે સાફ કરી ડુંગળી અને લસણના નાનાં ટુકડા કરો. હવે કડાઈમાં થોડુ તેલ કે ઘી નાખી ગરમ કરો, તેમાં રાઈ તથા જીરુ શેકી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લસણ અને ડુંગળી નાખીને તેમાં મીઠુ નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકાવા દો. મસળેલા રીંગણા નાખીને થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં બાકીના સ્વાદમુજબ મસાલા ઉમેરી કૂક કરી લો. ઉપરથી કોથમીર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.તો તૈયાર છે કાઠિયાવાડી રીંગણ નો ઓળો. જેને ભાખરી કે રોટલા અને માખણ સાથે સર્વ કરો.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर