કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવો "પાપડનું ગ્રેવીવાળું શાક"

 • Share this:
  પાપડનું શાક બનાવવા માટેની સામગ્રી:

  6 અડદના પાપડ
  1 વાટકો મોળું દહીં
  2 ટામેટાં
  1 ડુંગળી
  2 લીલાં મરચા
  1 તમાલ પત્ર
  1 સૂકું લાલ મરચું
  1 ચમચી લસણની પેસ્ટ
  1 ચમચી હળદર
  3 ચમચી લાલ મરચું
  2 ચમચી ધાણાજીરું
  1 ચમચી ગરમ મસાલો
  મીઠું
  3 ચમચી તેલ
  1 ચમચી રાય
  ચપટી હિંગ
  1 ચમચી જીરું
  કોથમીર

  પાપડનું શાક બનાવવાની રીત:
  સૌ પ્રથમ શેકેલા પાપડના ટુકડા કરી લો. ત્યારબાદ એક બાઉલમાં દહીં લઇને તેમાં લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
  પછી કડાઈમાં તેલ લઇ ગરમ થઆય એટલે તેમાં રાય, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ સૂકું મરચું ઉમેરી વઘાર કરો. પછી તેમાં ડુંગળી ઉમેરી લસણની પેસ્ટ, લીલા મરચા અને હળદર ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું.
  પછી ટામેટા ઉમેરી ગળી જાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મસાલાવાળું દહીં ઉમેરી મિક્સ કરવું, તે દહીંવાલા બાઉલમાં 1 અથવા 1/2 વાટકી પાણી ઉમેરી તેમાં પાપડના ટુકડા ઉમેરી સીજવા દો. શાકમાં ગ્રેવી જોઈતી હોય તો તો વધારે સીજવા દેવું નહીં. સૂકું શાક બનાવવું હોય તો વધારાનું પાણી ઉકાળી નાખો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પાપડનું શાક.
  Published by:Bansari Shah
  First published: