Karva Chauth 2019: આ તારીખે છે કરવા ચોથ, પત્નીને આપી શકાય આ ગિફ્ટ

આ દિવસે પ્રસાદ માટે ભૂખી-તરસી રહેવા છતાં મહિલાઓ 56 ભોગ બનાવે છે. અને પૂજાની તૈયારીઓ કરે છે. પતિ માટે ખરેખર આ દિવસ ઘણો જ ખાસ હોય છે. પરંતુ ત્યારે પતિની પણ એ ફરજ બને છે તેમની માટે કંઈક ખાસ કરીને આ દિવસે તેમને સ્પેશિયલ ફીલ કરાવે.

News18 Gujarati
Updated: October 10, 2019, 4:51 PM IST
Karva Chauth 2019: આ તારીખે છે કરવા ચોથ, પત્નીને આપી શકાય આ ગિફ્ટ
Karva Chauth 2019
News18 Gujarati
Updated: October 10, 2019, 4:51 PM IST
Karva Chauth 2019:  આ વર્ષે કરવા ચોથ 17 ઑક્ટોબર ગુરુવારના દિવસે આવશે. હિન્દુ ધર્મમાં આ વ્રત મહિલાઓ માટે ઘણું ખાસ માનવામાં આવે છે. આ દિવસે મહિલાો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. અને સાંજના સમયે ચંદ્ર દેવતાના દર્શન કરીને પતિના હાથે પાણી પીને અને પ્રસાદ ખાઈને પોતાનું વ્રત ખોલી શકે છે. સમગ્ર દેશમાં આ વ્રત ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રસાદ માટે ભૂખી-તરસી રહેવા છતાં મહિલાઓ 56 ભોગ બનાવે છે. અને પૂજાની તૈયારીઓ કરે છે. પતિ માટે ખરેખર આ દિવસ ઘણો જ ખાસ હોય છે. પરંતુ ત્યારે પતિની પણ એ ફરજ બને છે તેમની માટે કંઈક ખાસ કરીને આ દિવસે તેમને સ્પેશિયલ ફીલ કરાવે. આ વખતે તેમને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઈક ખાસ ગિફ્ટ્સ આપી શકો છો. ચાલો જાણી લો, પત્નીને એવી કઈ ગિફ્ટ આપી શકાય જેનાથી તેમની ખૂશી વધી જશે. ચાલો જાણીએ કઈ 7 ગિફ્ટ આપી શકાય...

આ તારીખે છે કરવા ચોથ, પત્ની આપી શકાય આ ગિફ્ટ

ડાયમંડ રિંગ : કહેવાય છે ને કે 'ડાયમંડ્સ આર ગર્લસ્ બેસ્ટ ફ્રેન્ડ', એવામાં તમે પત્નીને ડાયમંડ રિંગ આપી શકો છો. એમ પણ ગિફ્ટની કિંમત નહીં તમારો પ્રેમ વધારે મહત્વ ધરાવે છે.

સ્પા કે બ્યૂટી ટ્રીટમેન્ટ- પત્નીને પ્રનલ કૅર, સ્પા કે બ્યૂટી ટ્રીટમેન્ટનું કોઈ પૅકેજ ગિફ્ટ કરી શકો છો. તેનાથી ના ફક્ત તેમની પત્ની રિલેક્સ ફીલ કરશે, પણ તેમની ખોવાયેલી સુંદરતા પણ પાછી આવી જશે.

પુસ્તક કે કૅન્ડલ- જો તમે તમારી પત્નીને વાંચવાનો શોખ હોય તો તમે તેમને ખૂશ કરવા બુક ગિફ્ટ કરી શકો છો.

જ્વેલરી - પત્નીને ખૂશ કરવા માટે સાડી સાથેની મેચિંગ જ્વેલરી પણ આપી શકો છો.
Loading...

રોમેન્ટિક ડિનર- પત્નીને તેમની મનપસંદ રેસ્ટોરાંમાં રોમેન્ટિક ડિનર પર લઈ જી તેમનું વ્રત ખોલાવી શકો છો.

ફોટો કોલાજ- તમે તેમની બાળપણથી લઈને અત્યાર સુધીની તસ્વીરો ભેગી કરી કોલાજ બનાવી ગિફ્ટ કરી શકો છો.

ટ્રાવેલ વાઉચર- જો તમને ફરવાનો શોખ હોય તો આ વખતે કરવા ચોથ પર પત્નીને કોઈ સારી જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો.

રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્ર
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...