કરવા ચોથ પર વધારે સુંદર દેખાવા આ ટીપ્સની મદદથી કરો મેકઅપ

News18 Gujarati
Updated: October 12, 2019, 2:10 PM IST
કરવા ચોથ પર વધારે સુંદર દેખાવા આ ટીપ્સની મદદથી કરો મેકઅપ
આ 4 કામ કરવાથી કરવા ચોથ પર દેખાશો સૌથી વધારે સુંદર

આ 4 કામ કરવાથી કરવા ચોથ પર દેખાશો સૌથી વધારે સુંદર

  • Share this:
Karva Chauth 2019:  કરવા ચોથ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે. ખાસ કરીને એ મહિલાઓ માટ જેમના નવા નવા જ લગ્ન થાય હોય. ઘણી મહિલાઓ આ દિવસે સુંદર દેખાવા માટે કલાકો પાર્લરમાં ખર્ચ કરી નાખ છે. પરંતુ આજે ્ને આપને જણાવીશું કેટલીક એવી ટીપ્સ, જેને અનુસરીને તમારે કલાકો પાર્લરમાં મહીં વીતાવવા પડે.

Karva Chauth 2019: આ ટીપ્સની મદદથી કરો મેકઅપ

ચામડીમાં ચમક લાવો

કરવા ચોથના 2-3 દિવસ પહેલાં મુલતાની માટી અને મધનો ફેસ પેક બનાવીને ચહેરા પર જરૂર લગાવો. તે માટે 1/2 ચમચી મુલતાની માટીમાં 1 ચમચી મધ મિક્સ કરી ચહેરા પર સારી રીતે લગાવી લો. તેનાથી ચહેરાની ડેડ સ્કિન નીકળી જશે અને ચહેરા પર ચમક આવી જશે.

હેરસ્ટાઈલની ચિંતા ન કરશો
કરવા ચોથના દિવસે દરકે મહિલાઓ ઈન્ડિયન લૂકમાં દેખાવા ઈચ્છે છે. તેથી તે હેર સ્ટાઈલ માટે ખૂબ જ ચિંતિત રહે છે. તો તે માટે તમે સાડી પર સરસ જૂડો બનાવી શકો છો. તેના પર ચાર ચાંદ લગાવવા તેના પર ગજરો લગાવો.મહેંદી પહેલા કરો આ કામ
કરવા ચોથ પર મહેંદી લગાવતા પહેલા તમે હાથ અને પગ પર વેક્સિંગ, મેનીક્યોર અને પેડીક્યોર જરૂર કરાવો. સ્કિન ટૉન અનુસાર નેલ પૉલીશ પણ લગાવો જેથી મહેંદી સુંદર અને ડાર્ક દેખાય અને હાઈલાઈટ પણ થાય.

ઘરે જ કરો મેકઅપ
ચહેરા પર સ્કિન ટૉન અનુસાર ફાઉન્ડેશન લગાવો જેથ બેઝ સારો થાય. તે બાદ ડાઘ- ધબ્બા અને ડાર્ક સર્કલને ઢાંકવા માટે કેસીલરનો ઉપયોગ કરો. પછી કૉમ્પેક્ટ પાવડર લગાવો. પછી આંખોનો મેકઅપ કરો. લાઈનર, કાજલ અને મસ્કરા લગાવવાનું ન ભૂલશો. પછી મેચિંગ લિપ-સ્ટિક લગાવો, આઈ મેકઅપ ડાર્ક કર્યો હોય તો લિપ-સ્ટિક હળવા રંગની કરો.

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर