સેક્સ એ તમારી દૈનિક કાર્યસૂચિની યાદીની કોઈ વસ્તુથી વિશેષ છે તે બાબત હંમેશા ધ્યાનમાં રાખો. જોકે આજના વ્યસ્ત જીવન, બાળકો અને રોજ-બ-રોજની પળોજણોને કારણે તમારે સંપૂર્ણ આનંદપ્રદ અને સંતોષજનક સમાગમ માણવા માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી બની જાય છે. આ આયોજનને સફળ બનાવવા માટે તમારે કેટલાંક અવરોધો દૂર કરવા જરૂરી છે. આ પૈકીના કેટલાંક અવરોધો માટે આપણે સ્વયં જવાબદાર હોઈએ છીએ.
બેડમાં સ્માર્ટફોન કે આઈપેડને વળગેલા રહેવું
ઘણીવાર પીનટ્રેસ્ટમાંથી લોગઆઉટ કરવું કે ઓરેન્જ ઈઝ ધ ન્યૂ બ્લેકની નવી સીઝન ચાલુ કર્યા પછી બંધ કરવી મુશ્કેલ હોય છે. ગેજેટ્સ તમારો કિંમતી સમય ચોરી લેવા ઉપરાંત તમારી ઉર્જા અને ઈચ્છાઓ હણી નાખે છે. ઘણી મહિલાઓ કહેતી સાંભળવા મળે છે કે તેમની પાસે સેક્સ માટે સમય નથી પરંતુ તેઓ સૂતાં પહેલાના કલાકો સુધી પથારીમાં ફેસબૂક પર સ્ટેટસ અપડેટ કરતી કે અન્યોની પોસ્ટ ચેક કરતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો પથારીમાં ગયા પછી પણ તમે તમારી દુનિયામાં રહેવાને બદલે અન્યોની પંચાતમાં રહ્યા કરો છો. મારી ભલામણ છે કે તમે સુવાના કલાક પહેલાં આ બધી પ્રવૃત્તિ બંધ કરી દો.
વધુ પડતું ખાવું કે બહું મોડું ખાવું
તણાવ અને અત્યંત વ્યસ્ત શિડ્યુલને કારણે જમાવાનો સમય લંબાઈ જતો હોય છે. આવી આદતો તમને થકવી નાખે છે અને તમને ઉંડે ઉંડે અણગમો પેદા થાય છે. તમારી પાર્ટનર માટે સૂચનઃ સેક્સને તમારા ડેઝર્ટ તરીકે વિચારો. જો તમે હળવો ખોરાક લેશો તો તમારામાં ઘણી બહેતર ઉર્જા જળવાઈ રહેશે જેથી તમે રાત્રે સારી રીતે સમાગમ માણી શકશો. (વધારામાં સેક્સ માણ્યાં બાદ મોં મીઠું કરવાની જગ્યા રહેશે).
સતત તણાવમાં રહેવું
સતત તણાવ અને ચિંતા તમને દરેક રીતે થકવી નાખે છે. જ્યારે તમે તમારા શરીરને તણાવના અંતઃસ્રાવોથી લાંબા સમય સુધી ભરી રાખો છો ત્યારે તે તમારી તંદુરસ્તી પર માઠી અસર સર્જે છે અને સેક્સ માણવાની તમારી ઈચ્છઆને હણી નાખે છે. તમને કઈ વસ્તુની ચિંતા રહ્યા કરે છે અથવા કયા કારણોસર તમે સતત તણાવગ્રસ્ત રહો છો તે શોધી તેને દૂર કરવાના ઉપાયો અંગે વિચારો. આ ઉપરાંત તણાવમાંથી રાહત મેળવવા રોજ બગીચામાં ચાલવા જવાની, યોગના વર્ગોમાં જોડાવાની કે તમારા મનગમતા કોમેડી શોના ભાગ જોઈ નિયમિત હસવાની ટેવ પાડવી જોઈએ.
અપૂરતી ઉંઘ
પૂરતી ઉંઘ ના લેવાથી પણ કામેચ્છા મંદ પડી જાય છે. એક અભ્યાસ અનુસાર જે મહિલાઓ પૂરતી ઉંઘ લે છે તેઓ સમાગમની અનુભૂતિને વધુ બહેતર રીતે માણી શકે છે.
વધતાં વજન પ્રત્યે બેદરકારી
શું તમારું વજન સામાન્ય કરતાં વધારે હોય તેમ લાગી રહ્યું છે? થોડાંક કિલો વજન ઉતારવાથી બેડરૂમમાંની તમારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે, ખાસ કરીને પુરુષોમાં. એક અભ્યાસ અનુસાર 40 કે તેથી વધારેની કમર ધરાવતા પુરુષોને પાતળી કમર ધરાવતા પુરુષોની તુલનાએ શિશ્નોત્થાનની સમસ્યા થવાનું જોખમ વધારે રહે છે.
email: dr9157504000@shospital.org