Home /News /lifestyle /

'ઇન્દ્રિયમાં પૂરતી ઉત્તેજના આવતી નથી, પત્નીને બરાબર જાતીય સુખ આપી શકતો નથી'

'ઇન્દ્રિયમાં પૂરતી ઉત્તેજના આવતી નથી, પત્નીને બરાબર જાતીય સુખ આપી શકતો નથી'

કામની વાત

લગ્ન બાદ સાત-આઠ વર્ષ સુધી હું મારી પત્નીને બરાબર રીતે જાતીય સુખ આપી શકતો હતો અને તેને પણ પૂરતો સંતોષ મળી રહેતો હતો. પરંતુ છેલ્લા અઢી વરસથી મને ઇન્દ્રિય માં ઉત્થાન બરાબર નથી આવતું

  પ્રશ્ન: મારી ઉંમર ૫૯ વર્ષ છે. મારા પત્નીની ઉંમર ૪૪ વર્ષ છે. અમારા બીજા લગ્ન છે. અમારી વચ્ચે ઉંમરનો ખૂબ જ લાંબો તફાવત છે. મને ડાયાબિટિસ કે હૃદયરોગ ની કોઈ બીમારી નથી. લગ્ન બાદ સાત-આઠ વર્ષ સુધી હું મારી પત્નીને બરાબર રીતે જાતીય સુખ આપી શકતો હતો અને તેને પણ પૂરતો સંતોષ મળી રહેતો હતો. પરંતુ છેલ્લા અઢી વરસથી મને ઇન્દ્રિય માં ઉત્થાન બરાબર નથી આવતું. જેથી સેક્સ વખતે પ્રવેશ કરાવવું શક્ય બનતું નથી. જો કોઈ વાર પ્રવેશ શક્ય બને તો સ્ખલન તરત થઈ જતું હોય છે. જેથી પત્ની જોડે વારંવાર ઝઘડા થતાં હોય છે. ઇન્ટરનેટ પર અને છાપામાં આવતી જાહેર ખબર યા દવા લેવાથી કોઇ ફાયદો થયો નથી. વૈદ્યો અને હકીમો પાસે ફાકી પણ બનાવડાવી અને પરંતુ કોઈ જ ફરક દેખાયો નથી. મનમાં હંમેશા તત્પર રહે છે કે પત્નીની ઉંમર નાની હોવાથી હું એને જાતીય સુખ નહીં આપું તે કોઈ બીજા પુરુષ જોડે સબંધ રાખી લેશે તો? મારી આ તકલીફ શારીરિક હશે કે માનસિક?

  ટૂંકમાં એકદમ નાસીપાસ થયેલ છું. હવે આપ જ કોઈ નો રસ્તો બતાવો અને મારું લગ્નજીવન ની નાવ ડૂબે નહિ એવું કંઈક કરવા આપને વિનંતી છે.

  ડોક્ટર પારસ શાહ: આપણે બે તકલીફો છે. એક ઇન્દ્રિયમાં પૂરતી ઉત્તેજના નથી આવતી અને બીજી તકલીફ શીઘ્રસ્ખલનની છે.

  આપની આ તકલીફ અઢી વરસથી છે. જેથી તે શારીરિક હોવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે જો નપુસકતા માનસિક હોય તો તે ટૂંક સમયમાં એકદમ થયેલ હોય છે. હકીકતમાં નપુંસકતા સમજવા જેવી અને સમજી શકાય એવી બીમારી છે. નપુસકતા શબ્દ શિશ્નના અપૂરતા ઉત્થાન માટે વાપરવામાં આવે છે જેને મેડિકલ ભાષામાં ઇરેકટાઇલ ડીશફંકશન અને ટૂંકમાં ઈડી ના નામે ઓળખવામાં આવે છે. જો કોઈ પુરુષ ની ઇન્દ્રિયમાં આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતાં, સૂતાં કે કોઈપણ અવસ્થામાં, એક પણ વાર જો પૂરેપૂરી ઉત્તેજના, કડકાઈ આવે તો તને મોટાભાગે નપુસકતા સિચ્યુએશનલ અથવા માનસિક હોવાની વધારે છે. ઘણીવાર "નપુંસકતા કરતાં નપુસક હોવની બીક જ" વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હોય છે.

  ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી આવવા અથવા ઢીલાશ રહેવા માટે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમ કે સિગારેટ, તમાકુ અને દારૂનું વ્યસન હોવું, લોહી ની ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે હોવું, ટેસ્ટ એટલે કે પુરુષત્વના હોર્મોન્સનું પ્રમાણ ઘટવું, મગજમાં આવેલ પિયુંટરી નામની ગ્રંથિમાંથી નીકળતા પ્રોલેક્ટીન નામના બીજા એક હાર્મોનનું પ્રમાણ વધુ હોવું વગેરે વગેરે.

  જેમ તાવ આવવાના કારણો અલગ અલગ હોય છે તે જ પ્રમાણે ઇન્દ્રિયમાં ઉત્તેજના ન આવવાના કારણો પણ અલગ-અલગ હોય છે. માટે સૌથી અગત્યનું છે ઇન્દ્રિયમાં ઉત્તેજના ના આવવાના કારણો શોધી યોગ્ય નિદાન કરવા નું. આજે નપુંસકતાની સારવાર માટે વિવિધ સારવારો ઉપલબ્ધ છે જેમ કે મોં દ્વારા લેવામાં આવતી અલગ-અલગ ગોળીઓ, વાઝોડાલેટર ઇન્જેક્શનો, મૂત્રમાર્ગમાં મૂકવામાં આવતી ગોળીઓ, પંપ, હોર્મોનની ગોળીઓ તેમજ ઇન્જેક્શનો દ્વારા નવજુવાન ની જેમ તમે પણ ફરી જાતીય જીવન માણી શકો છો.

  આપણી બીજી તકલીફ શીઘ્રસ્ખલનની છે. આપણે આ કોલમમાં અગાઉ ઘણી વાર કરી ચૂકેલ છે જેથી તેની વિસ્તૃત ચર્ચા અત્રે ફરી કરતા નથી. બજારમાં નવી આવેલી દવા દ્વારા તમે સ્ખલન નો સમય જેટલો ઇચ્છો એટલો વધારી શકો છો.

  માટે નિરાશ થયા વગર યોગ્ય ક્વોલિફાઈડ સેક્સોલોજિસ્ટ પાસે તપાસ કરાવી, નિદાન કરાવો અને સારવાર કરાવો. સેકસી સેક્સને કોઇ એકસપાઇરી તારીખ હોતી નથી. તમે જીવનના છેલ્લા દિવસ સુધી જાતીય જીવન માણી શકો છો. તમારા પત્નિને પણ પૂરતો સંતોષ આપી શકો છો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Kam ni vaat, KAM NI VAT, Sexologist, Sexologist in ahmedabad, Sexologist paras shah, Sexologist. કામની વાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन