મારા પતિની ઇન્દ્રિય વાંકી થઈ રહી છે, ઉંમરને કારણે હશે? કોઈ ચિંતાનું કારણ ખરૂં?

કામની વાત

ગર્ભાશયના ઓપરેશનથી જાતીય જીવનમાં તકલીફ થઇ શકે? મારા પતિને જાતીય જીવન માનવામાં ખૂબ જ આનંદ આવે છે. જેથી ઓપરેશન કરાવતા મનમાં ડર લાગે છે.

 • Share this:
  પ્રશ્ન : હું અને મારા પતિ સાથે મળી નાનો ધંધો કરીએ છે. મારા પતિની ઉંમર ૫૩ વર્ષની છે અને મારી ઉંમર ૪૫ વર્ષની છે. અમારે ત્રણ બાળકો છે. સેક્સ લાઈફ શાંતિથી માણીએ છીએ અને કોઈ તકલીફ અત્યાર સુધી અનુભવેલી નથી. થોડા સમયથી મારા પતિની ઇન્દ્રિય વાંકી થઈ રહી છે એવું મને લાગે છે. શું આ વળાંક ઉંમરને કારણે હશે? કોઈ ચિંતાનું કારણ ખરૂં? જતા કોઈ મુશ્કેલી થઈ શકે છે?

  ડોક્ટર પારસ શાહ: સામાન્ય રીતે દરેક પુરુષની ઇન્દ્રિય થોડી જમણી બાજુ કે ડાબી બાજુ, થોડી ઉપર કે થોડીક નીચે વળાંક ધરાવતી જ હોય છે. જો કેળા જેટલો વળાંક હોય તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દરેક પુરુષની ઇન્દ્રિયમાં કેળા જેટલો થોડોક વળાંક જોવા મળતો જ હોય છે અને જે નોર્મલ ગણાય છે. ઇન્દ્રિયમાં ધનુષ આકાર જેટલો વળાંક હોય તો ધ્યાન રાખવું પડે અને નજર રાખવી પડે કે તે વધતો નથી. અને આ વળાંક વધે નહીં તેની સાવચેતી રુપે અમુક દેવાઓ લેવાની હોય છે જે શારીરિક તપાસ બાદ નક્કી કરી શકાય. પરંતુ જો ઈન્દ્રિયોમાં દાંતરડા જેટલો વળાંક હોય તો સારવાર કરાવી પડે. પુરુષો ની અંદર પાયારોનીસ નામની બીમારી માં આ ઈન્દ્રિયના વળાંક ને તકલીફ જોવા મળતી હોય છે. ઘણીવાર આ બીમારી માત્ર દવા દ્વારા પણ સુધરી શક્તિ હોય છે. પરંતુ વળાંક થી ઇન્દ્રિયમાં માં દુખાવો થતો હોય અથવા સેક્સ દરમિયાન પીડા થતી હોય કે અવરોધ આવતો હોય તો ઓપરેશન ની પણ જરૂર પડી શકે છે. આપના પતિને આ સમસ્યા ઉંમરના કારણે નથી. આ સમસ્યા કોઈ પણ પુરુષને ગમે ત્યારે થઇ શકતી હોય છે.

  ગર્ભાશયના ઓપરેશનથી જાતીય જીવનમાં તકલીફ થઇ શકે?

  પ્રશ્ન: મારી ઉંમર ૩૬ વર્ષની છે. મારે બે બાળકો છે. નાના બાળકની ઉંમર છ વર્ષની છે. મને છેલ્લા બે વર્ષથી માસિક સ્ત્રાવ ખૂબ જ થાય છે. માસિક સ્ત્રાવ સરેરાશ છ થી સાત દિવસ ચાલતો હોય છે અને એના હિસાબે મને ખૂબ જ નબળાઈ અનુભવાવા થી હોય છે. મારા ગાયનેકોલોજિસ્ટ એ મને કોથળી કાઢવાની સલાહ આપેલ છે. મારી એક મિત્રને પણ આવી જ એક તકલીફ હતી અને તેને ગર્ભાશય દૂર કરાવેલ આવેલ હતું. પરંતુ ઓપરેશન પછી જાતીય જીવન બિલકુલ બંધ થઇ ગયેલ. જ્યારે પણ સંબંધ રાખે તો તેને ખૂબ જ તકલીફ થતી હતી. હજી પ્રમાણમાં મારી ઉંમર ખૂબ જ નાની છે અને મને અને મારા પતિને જાતીય જીવન માનવામાં ખૂબ જ આનંદ આવે છે. જેથી ઓપરેશન કરાવતા મનમાં ડર લાગે છે. આ ઓપરેશન નો બીજો કોઈ વિકલ્પ હોય કે જેનાથી જાતીય જીવન ઉપર અસર ના પડતી હોય તો બતાવવા માટે વિનંતી.

  ડોક્ટર પારસ શાહ: માસિક સ્ત્રાવ વધારે આવવાના કારણો ઘણા બધા હોઈ શકે છે અને એની સારવાર પણ અલગ અલગ હોય છે. હિસ્ટ્રેકટોમી એટલે કે ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન એ એનો પરમેનેન્ટ ઈલાજ છે. ઘણીવાર ઓવર એટલે કે અંડાશયમાં પણ તકલીફ જોવા મળતી હોય છે. જેથી આ ઓપરેશનમાં ઘણીવાર ગર્ભાશય સાથે અંડાશય પણ દૂર કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ૫૦ વર્ષથી નીચેની ઉંમરમાં અંડાશય દૂર કરવામાં આવતું નથી હોતું જો તેમાં કોઈ તકલીફ ના હોય તો. જો અંડાશયને દૂર કરવામાં આવે તો નાની ઉંમરે મેનોપોઝ આવી જતું હોય છે. અંડાશય દૂર થતા હાર્મોન્સ માં ફેરફાર થાય છે. જેથી સેક્સ દરમ્યાન યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ અનુભવવાથી નથી. આ કારણે જાતીય જીવન દરમિયાન તકલીફ અનુભવાતી હોય છે.

  પરંતુ જો આપના બીજા બધા રિપોર્ટ નોર્મલ હોય તો હવે આપે ગર્ભાશય દૂર કરવાના ઓપરેશન ની જરૂર નથી. તેના માટે થર્મલ બલુન થેરાપી ઉપયોગી નીવડી શકે છે. આ માત્ર આઠ જ મિનિટ નું ઓપરેશન છે અને ચાર કલાકમાં તમે ઘરે જઈ શકો છો. બીજા દિવસથી તમે તમારું નોર્મલ દરેક કામ કરી શકો છો. ઓપરેશનમાં ગર્ભાશય દૂર કરવામાં આવતું નથી પરંતુ ગર્ભાશયની દીવાલ ઓ જાડી થઈ ગઈ હોય છે તેને ગરમીથી ને દૂર કરવામાં આવે છે. જેથી વધુ પડતા માસિકસ્રાવ ની તકલીફ દૂર થઈ જાય છે. ઓપરેશન ગર્ભાશયમાં નાની ફાઇબ્રોઇડની ગાંઠ હોય તો પણ અસરકારક રહે છે. ઓપરેશન બાદ સામાન્ય રીતે તમે 15 દિવસ પછી જાતીય જીવન ફરી માણવાનું શરૂ કરી શકો છો અને એમાં કોઈ જ તકલીફ અનુભવાતી નથી.

  email: dr9157504000@shospital.org
  Published by:kiran mehta
  First published: