#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં?

કામની વાત

સાહેબ મારી પત્નીને સંતોષ મળતો નથી, શું કરૂ? જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો

 • Share this:
  અંડકોષ વૃક્ષણ કોથળીમાં ઉતરેલ છે કે નહી

  સમસ્યા. ધણા વર્ષોથી મનમાં પ્રશ્ન ધુટાતો હતો કે શાળાના દિવસો દરમ્યાન ડોક્ટરી તપાસ અમને વારા ફરતી નગ્ન અવસ્થામાં કરાતી હતી. દરેક વિદ્યાર્થીને ઉતેજના આવે તેમને તમાચો મારતા. જો હસ્તમૈથુન-ઉતેજના યુવાનીમાં જો સ્વભાવિક હોય, તો તે ડોક્ટર સાહેબ કેમ ખફા રહેતા હતા? આ તપાસ જરૂરી છે?

  ઉકેલ. નાની વયે સ્કુલમાં કરાતી ડોક્ટરી તપાસ સામાન્ય રીતે કપડા ઉતારીને જ છોકરાઓમાં થાય છે. જેથી તપાસ થઇ શકે કે અંડકોષ વૃક્ષણ કોથળીમાં ઉતરેલ છે કે નહી? સારણગાંઠ છે કે નહી? જો નાની ઉંમરે અંડકોષ વૃક્ષણ કોથળીમાં નથી એવું નિદાન થાય તો તે ઓપરેશન દ્વારા નીચે ઉતારી બચાવી શકાય છે. જો આમ ના થાય તો તેર-ચૌદ વર્ષ બાદ આ અંડકોષ નકામા થવાની શકયતા રહેતી હોય છે. જેથી તે છોકરાને ભવિષ્યમાં પિતા બનવામાં તેમજ ઉતેજના આવવમાં મુશ્કેલી પડી શકે છે. માટે નાની ઉંમરે યોગ્ય તપાસ અને તેનો ઇલાજ થાય તે ખૂબ જ જરૂરી છે. બાકી ડોક્ટર કેમ ગુસ્સે થતા હતા અને લાફો મારતા તે તે જ કહી શકે છે.

  વિર્યનું પ્રમાણ કેટલું હોવું જોઇએ?

  સમસ્યા. મારી ઉંમર 23 વર્ષની છે. હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારી સમસ્યા એ છે કે હું હસ્તમૈથુન કરું છું ત્યારે સ્ખલન બાદ વિર્યના ફક્ત પાંચ-છ ટીપા જ નિકળે છે. તો શું આનાથી મારા લગ્નજીવનમાં કોઇ તકલીફ થઇ શકે ખરી? વિર્યનું પ્રમાણ કેટલું હોવું જોઇએ? હું દર બે દિવસે હસ્તમૈથુન કરું છું.

  ઉકેલ. સામાન્ય રીતે એકવારના સ્ખલનમાં બે એમ.એલ. વિર્યસ્ત્રાવ અર્થાત એક ચમચી વિર્યસ્ત્રાવને નોર્મલ ગણવામાં આવે છે. પરંતુ આ સ્ત્રાવનો મુખત્વે આધાર હસ્તમૈથુન અથવા સમાગમ વચ્ચેના સમયગાળા ઉપર નિર્ધારિત હોય છે. એકાદ કલાક પછી જ આ ક્રિયા ફરી કરવામાં આવે તો એ વખતે સ્ત્રાવ ખૂબ જ ઓછો હોય છે. પરંતુ તે જ વ્યક્તિ અઠવાડિયા પછી ફરી આ ક્રિયા કરે તો સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય છે. ધણીવાર પ્રાયમરી ટેસ્ટિક્યુલર ફેલ્યુરમાં પણ વિર્યસ્ત્રાવ બે-ચાર ટીપા જ થતો હોય છે. તો કેટલીક વાર સેક્સના વિચારથી શરૂઆતમાં જે રંગવિહિન ચિકણો સ્ત્રાવ થાય છે તેને જ વિર્યસ્ત્રાવ સમજવાની ભૂલ થતી હોય છે. આમ થવા પાછળનું કારણ જાણવા માટે તમારે વિર્ય અને હોર્મોન્સની તપાસ કરાવવી પડે. સાથે સાથે યોગ્ય અને વ્યવસ્થિત હિસ્ટરી થી ચોક્કસ નિદાન થઇ શકે છે. જો અંડકોષ (ટેસ્ટીસ)નો વિકાસ ના થયેલ હોય તો બાળક થવાની શકયતા ધટી જાય છે. પરંતુ હા તમે સમાગમ ચોક્કસ કરી શકો છો. કારણ કે હોર્મોન્સ બહારથી આપી શકાય છે, વિર્ય નહી. જો આમ હોય તો તમારે કૃત્રિમ ડોનર વિર્યથી બાળક ચોકકસ રહી શકે છે.

  બન્ને પત્નીઓને થાઇરોઇડની તકલીફ ઊભી થયેલ છે

  સમસ્યા. ડોક્ટર સાહેબ, મારા બે લગ્ન થયેલ છે. બન્ને પત્ની મુમૈથુન કરે છે. એમને કોઇ જ જાતીય તકલીફ નથી. પરંતુ બન્ને પત્નીઓને થાઇરોઇડની તકલીફ ઊભી થયેલ છે. તો શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં?

  ઉકેલ. થાઇરોડ મોટાભાગે વારસાગત અને સ્ત્રીઓમાં જોવા મળતી બિમારી છે. આપણા દેશમાં ધણીવાર આયોડિનની ઊણપને કારણે પણ થાઇરોડની તકલીફ જોવા મળતી હોય છે. બાકી મુખમૈથુનથી ક્યારેય થાઇરોડ જેવી બિમારી થતી નથી. હા, પરંતુ આપણા દેશમાં મુખમૈથુનથી કાનુની સજા જરૂર થઇ છે. કારણ કે કાયદા પ્રમાણે આ પ્રતિબંધીત ક્રિયા છે.

  એકટીવ સેક્સ માણવાથી વજન ઓછુ થાય છે

  સમસ્યા. મારી ઉંમર ચોવીસ વર્ષની છે. મારા લગ્નને બે વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં ચાર થી પાંચ વાર સંબંધ રાખીએ છીએ અમને બન્નેને ખૂબ જ સંતોષ છે. પરંતુ મને લાગે છે આમ કરવાથી મારુ વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારુ વજન લગભગ આઠ કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

  ઉકેલ. ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દુર કરવાની જરૂર છે. ઉલટું જો નિયમિત રીતે, એકટીવ સેક્સ માણવાથી વજન ઓછુ થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હોવ તો શક્ય છે. આપનું વજન વધી ગયેલ હોય અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે. તેમનામાં આડઅસર રૂપે ધણીવાર વજન વધી ગયેલ જોવા મળતું હોય છે. જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે. માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો સાથે શક્ય હોય તો યોગ-પ્રણાયમ કરો. આમ કરવાથી વજન તો ઘટશે તેમજ માનસિક અને શારિરીક ર્સ્ફુતિ પણ આપનામાં રહેશે.

  ધણીવાર ડાયાબિટીસ ના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે

  સમસ્યા. આપની કોલમમાં સેક્સ સમસ્યા અંગેના પ્રશ્નોના સચોટ જવાબ નિયમિત વાંચુ છું. તમારુ માગદર્શન ધણુ જ સ્પષ્ટ અને સચોટ હોય છે. જેથી મારી તકલીફ આપને જણાવું છું. હાલ મારી ઉંમર બાવન વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા પાંચ-છ માસથી સફેદ પદાર્થ વધારે જામે છે. જેને કારણે ધણીવાર ચળ ઉત્પન્ન થઆય છે. તથા પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સંભોગ કરતી વખતે તથા કર્યા પછી દુ:ખાવો થાય છે. આ બાબતમાં માર્ગદર્શન આપશો. તથા આ માટે ક્યા નિષ્ણાત ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તે અંગે પણ અચુક જણાવશો.

  ઉકેલ. સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો. ધણીવાર ડાયાબિટીસ ના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે. આ દર્દીઓમાં જો ડાયાબિટીસ કાબુમાં ના હોયતો આગળની ચામડી જાડી થઇ જાય છે અને ચોખ્ખાઇ બરાબર થતી હોતી નથી. તેમના પેશાબમાં પણ સુગર રહેલ હોય છે. જેથી ત્યાં બેકટેરિયાનો વિકાસ થતો હોય છે. તેથી ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. અને કદાચ તેજ કારણસર આપને ચળ આવતી હશે. માટે જ્યારે આપ સ્નાન કરો ત્યારે ચામડીને પુરેપુરી નિચે ઉતારી, આગળનો ભાગ સાબુથી દરરોજ સાફ કરજો. આપની ઉંમર બાવન વર્ષ છે. તેથી આપના પત્નીની ઉંમર પણ આશરે છેતાલીસ-સુડતાલીસની આસ-પાસ હશે. આ ઉંમરે સામાન્ય રીતે માસિક સ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ વખતે યોનિમાર્ગમાં ભિનાશ ઓછી થાય છે. અથવા થતી નથી. તેજ કારણે આપને સંભોગ વખતે અને તે પછી દુ:ખાવો થાય છે. આમ ના થાય તે માટે ફોરપ્લે (સંભોગ પહેલાની મસ્તી)માં થોડા સમયનો વધારો કરો. અને ફાયદો ના થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો. આ વોટરબેસ જેલી છે. એટલે તેની કોઇ જ આડઅસર થતી નથી. અને દરેક દવાની દુકાને આસાનીથી મળી શકે છે. આપ નિષ્ણાત સેકસોલોજીસ્ટને બતાવી શકો છો.

  પત્નીને સંતોષ મળતો નથી

  સમસ્યા. ડોક્ટર સાહેબ મારી ઉંમર 25 વર્ષની છે. અને મારા લગ્ન આજ વર્ષે થયા છે. પરંતુ સાહેબ, મારી પત્ની પાતળા બાંધાની છે અને મારુ શરીર જાડુ છે. તો મારી પત્ની સાથે સમાગમ કરતી વખતે અકળામણ કરે છે. તો શું પત્નીને યોનિ સાંકળી હોય તેમ લાગે છે? પહોળી કરવા ધણો પ્રયત્ન કરું છું. આખી રાત સમાગમ કરું છું. છતાં પત્નીને સંતોષ મળતો નથી. જેથી મારી પત્નીને મહિના રહેતા નથી. તો કારણ જણાવવા વિનંતી.

  ઉકેલ. પાતળી સ્ત્રી અને જાડો પુરુષ અથવા જાડી સ્ત્રી અને પતલો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતા નથી એવી આપણા સમાજમાં માન્યતા છે. કોઇક અગમ્ય કારણસર ધણા લોકો આવી વજુદ વગરની માન્યતા ધરાવતા હોય છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો પત્નીને પુરુષ ઉપર અને સ્ત્રી નીચેવાળી સ્થિતિમાં વધારે વજન લાગતું હોય અને અકળામણ અનુભવાતી હોય તો તમે બીજા આસનોનો પ્રયોગ કરી શકો છો. આખી રાત સમાગમ કરવાથી સ્ત્રીને સંતોષ મલે તે જરૂરી નથી તમે કેટલીવાર સમાગમ કરો છો તે અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો. તે વધારે મહત્વનું છે. કલાત્મક કામક્રીડા સફળ દામ્પત્યજીવન માટે આવશ્યક છે. વીણાના તારમાંથી મધુર સંગીત રેલાવવું હોય તો તેને કલાત્મક રીતે વગાડવી પડે, બળથી વગડવા જાવ તો બેસુરો આવાજ આવે અથવા તાર તૂટી જાય. આ માટે આપ "સેક્સ ગાઇડ”નો ઉપયોગ કરી શકો છો. અને જાતીય સંતોષ મળે તો જ સ્ત્રી ગર્ભવતી થાય તે જરૂરી નથી. ગર્ભધારણ થવાની શક્યતા સ્ત્રીના જનન અવયવોની તંદુરસ્તી, અંડકોષ ઉત્પન્ન થવાની પ્રકિયા તથા પુરુષના શુક્રાણુની સંખ્યા તેમજ હલન-ચલન (મોટીલીટી) જેવા પરિબળો ઉપર નિર્ભર કરે છે. જો બધુ બરાબર હોય તો સ્ત્રી જાતીય ચરમસીમા વગર પણ ગર્ભધારણ કરી શકે છે. અને છેલ્લી વાત સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટીક રબર બેન્ડ જેવો હોય છે. તે ટચલી આંગળીથી બાળકના માથા જેટલો પહોળો થઇ શકે છે. કહેવાનો મતલબ કે સ્ત્રીનો યોનિમાર્ગ ગમે તેટલો સાંકડો હોવા છતા પણ તેને ઇન્દ્રિય પ્રવેશ કરાવી શકે છે. અને તેને હાથથી કે બીજી રીતે પહોળો કરવાની જરૂર હોતી નથી.

  જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો

  સમસ્યા. સાહેબ મને ચાર વર્ષ પહેલા જમણા અંડકોષમાં દુ:ખાવાની તકલીફ થયેલ. અને થોડી શિધ્રપતન જેવું થતું. અમારા ડોક્ટરે દસ દિવસની દવા આપેલ. પરંતુ એ દવા પંદર દિવસ લીધેલ.પરંતુ ફાયદો તો બિલકુલ ના થયેલ ઉપરથી સેક્સની તકલીફ શરૂ થઇ ગયેલ. ઇન્દ્રિયમાં ઉત્થાન બિલકુલ બંઘ થઇ ગયેલ છે. તેથી અમારા ડોક્ટરે હાથ ઉંચા કરી બીજા દવાખાને જવાનું કહેલ બીજા ડોક્ટરના કહેવા મુજબ વધારે દવા લેવાથી ઇન્દ્રિયની નસો નબળી પડી ગયેલ છે. જેથી શુક્રાણુની ગતિ ઓછી થઇ ગયેલ છે. જેથી 60 દિવસની દવાનો કોર્સ આપેલ. પરંતુ કોઇ જ ફાયદો થયેલ નહી. સાહેબ યોગ્ય માગદર્શન આપશો. અત્યારે હજી અંડકોષમાં દુ:ખાવો થાય છે. રિપોર્ટમાં સારણગાંઠ બતાવેલ છે. અને પાણી ભરાય છે તેમ કહેલ છે. મહેરબાની કરી જવાબ આપવા વિનંતી.

  ઉકેલ. ઇન્દ્રિયમાં કોઇ નસ જેવું હોતું નથી માત્ર ખાલી ખાબોચિયા જ હોય છે. જ્યારે લોહીનો પ્રવાહ વધે ત્યારે આ ખાલી જગ્યા લોહીથી ભરાય છે. અને પુરુષની ઇન્દ્રિય સંભોગ કરવા કાબેલ બને છે. પાંચ કિલોમિટર ચાલશો તો પગમાં દુ:ખાવો થશે. કારણ કે ત્યાં હાડકા છે, સ્નાયુઓ છે. ઇન્દ્રિયમાં હાડકા કે સ્નાયુઓ છે નહીં તેથી નબળાઇ આવવાનો સવાલ જ નથી. એક શુક્રાણુને બનતા 3 મહિના જેટલો સમય લાગે છે. એટલે દસ-પંદર દિવસની દવા લેવાથી તેના ઉત્પાદન કે ગતિ ઉપર કોઇ જ અસર ના થાય. વળી શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. તમારા શરીરમાં એક પણ શુક્રાણુ ના હોય તો પણ તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકો છો. કારણ કે શુક્રાણુનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું છે. તેને અને સેક્સને કોઇ જ લાગે વળગતું નથી. વૃક્ષણ કોથળીનો દુ:ખાવો તમને સારણગાંઠના લીધે જ હશે તેમ માનું છું. તેના માટે ઓપેશન જ કરાવવું પડે પરંતુ ચોક્કસ નિદાન કરાવી ને જ નિર્ણય લેજો. નહીંતર ઓપરેશન પછી પણ સ્થિતિ એની એજ રહેશે.
  Published by:kiran mehta
  First published: