ગર્ભના રહે તે માટે કઇ ગોળી લેવી?

કામની વાત

લોકોના મતે 40 વર્ષની વય પછી મહિલાઓની કામેચ્છા મંદ પડી જતી હોય છે, ખરેખર તો 40 કે તેથી વધુની વયે વધુ બહેતર રીતે સેક્સનો આનંદ માણી શકાય છે

  • Share this:
    જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... ગર્ભના રહે તે માટે કઇ ગોળી લેવી?

    સમસ્યા- મારી ઉંમર 26 વર્ષ છે. અને પત્નીની ઉંમર 19 વર્ષ છે. મારા લગ્ન થયા ને હજી 30 દિવસ થયા નથી. અમારે એક વર્ષ સુધી બાળક જોઇતું નથી. આપની કોલમમાં વાંચેલ છે કે 18 દિવસ પછી સેકસ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12માં દિવસે સેક્સ માણેલ. મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયેલ છે. તેને પેટમાં દુ:ખાવો થાય છે. જો ગર્ભ રહી ગયેલ હોય તો તેને મટાડવા શું કરવાનું? ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો.

    ઉકેલ- સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જોવો. જો સાતેક દિવસ ઉપર ચઢી ગયા હોય તો પેશાબની તપાસ કરાવી લો. જો તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવે તો સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પાસેથી ચેકઅપ કરાવી લો. હા હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દુર કરી શકાય છે. પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના જ ઇચ્છતા હોવ તો નિરોધનો ઉપયોગ કરી શકો છો. અને નિરોધ માફક ના આવતો હોય તો ગર્ભનિરોધક ગોળી પણ આપની પત્ની લઇ શકે છે.

    આ ગોળીઓ નિયમિત લેવાથી સો ટકા અસરકારક નિવડે છે. અને હવે તેની પહેલા જેવી આડઅસર પણ જોવા નથી મલતી. આ બન્ને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તે સંભોગપૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મે ક્યારેય એમ નથી લખેલ કે માસિકના અઢારમાં દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મે લખેલ છે કે આ દિવસો રિલેટીવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમાં દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતા વધારે રહેલ હોય છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

    જે બાબત મને ઉત્તેજિત કરતી હતી, હવે ઉંમરની સાથે તેમાં મજા નથી આવતી

    મોટાભાગના લોકોમાં મહિલાઓની સેક્સ માણવાની ઉંમર અંગે વિવિધ ખોટા ખ્યાલો કે માન્યતાઓ પ્રવર્તે છે. આવા લોકોના મતે 40 વર્ષની વય પછી મહિલાઓની કામેચ્છા મંદ પડી જતી હોય છે, ખરેખર તો 40 કે તેથી વધુની વયે વધુ બહેતર રીતે સેક્સનો આનંદ માણી શકાય છે પરંતુ આવી ગેરમાન્યતાઓને કારણે મોટાભાગનો વર્ગ એવું માને છે કે માત્ર યુવાનો જ સેક્સ સારી રીતે માણી શકે છે, જે તદ્દન ખોટી વાત છે. અહીં આવી ગેરમાન્યતા વિશે સમજણ આપવામાં આવી છે.

    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    ગેરમાન્યતા - અગાઉ જે બાબત તમને ઉત્તેજિત કરતી હતી હવે ઉંમરની સાથે તેમાં કોઈ મજા નથી આવતી.

    સત્ય- આ બાબત ઉંમર કરતાં લાંબા લગ્નજીવન સાથે સંકળાયેલી છે. તમે એકધાર્યા સેક્સથી કંટાળી ગયા હોઈ શકો(તેવી જ સ્થિતિ તમારા પતિની પણ હોઈ શકે) છો, જો આમ હોય તો તેનો તાકિદે ઉકેલ લાવવો જોઈએ. સેક્સની સમજ આપતા વિડીયો કે પુસ્તક વાંચી આ સમસ્યાને દૂર કરો. વિવિધ પ્રકારના આસનો અને પ્રયોગો દ્વારા તમારી કામેચ્છાને પ્રજ્વલિત કરો.
    Published by:kiran mehta
    First published: