Home /News /lifestyle /શિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ?

શિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ?

કામની વાત

મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટુંક સમયમાં મારા લગ્ન થવાના છે. પરંતુ મને લાગે છે કે હું વધારે પડતો સેક્સ ધરાવું છું. શું વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ

નપુશંકતા મટી શકે છે

સમસ્યા. ડોક્ટર સાહેબ મારી ઉંમર 34 વર્ષની છે. મારે બે બાળકો છે. છેલ્લા 2-3 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલા જ ઢીલી થઇ જાય છે. થોડો સમય પહેલા પતિ પિયર ગયેલ તે વખતે હસ્તમૈથુન કરેલ. પરંતુ તેમાં પણ થોડી જ વારમાં વિર્ય નિકળે તે પહેલા જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી ગયેલ. આનું કારણ શું હોઇ શકે?

ઉકેલ. આમ થવાના બે કારણ હોઇ શકે છે. એક તો માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું “ફેક્ચર” આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ધટાડાને કારણે અનુભવાય છે. આમા રિજી સ્કેન પ્લસ અને ડોપલર સહિતના તમામ પરિક્ષણો સામાન્ય જણાય છે. પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે. કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઇ જાય છે. જેથી પ્રવેશ અશક્ય બને છે. આના માટે આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે. કારણ કે આ ખૂબ જ ભાગ્યે જોવા મળતી તકલીફ છે. પહેલા માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે. અને વ્યક્તિ ફરીથી નવજુવાનની જેમ જાતીય જીવન ફરથી માણી શકે છે.

વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ

સમસ્યા. મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટુંક સમયમાં મારા લગ્ન થવાના છે. પરંતુ મને લાગે છે કે હું વધારે પડતો સેક્સ ધરાવું છું. મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે. મને તેનાથી મનમાં ક્ષોભ પણ થાય છે. તો વધારે પડતો સેકસ કોને કહેવાય?

ઉકેલ. જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિષેશ વૈજ્ઞાનિક સંશોધન થયેલ નથી. અલગ અલગ દેશો અને લોકો પોત પોતાની રીતે કામુક્તા ને મલવતા હોય છે. અને વ્યક્તિને હાઇપરસેકસ્યુલ ક્યારે માનવી તે અંગે મતભેદ ડોક્ટરોમાં પણ પ્રવર્તે છે. પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજીદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેકસ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠતા અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતૃષ્ઠ રહી જતા હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. અને આવી સ્ત્રીઓ ‘નિમ્ફોમેનિયાક’ તરીકે ઓળખાય છે. પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મુકી અને તમને સાદી ભાષામાં સમજાવું હોય તો કાંઇક આ રીતે કહેવાય. તમે ભરપુર જમીને અડધો કલાક પહેલા જ ઉભા થયા હોવ અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો તેને બિમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેકસ ભોગવ્યા બાદ હંમેશા તરતજ વારંવાર સેકસની ઇચ્છાને હાઇપરસેકસ્યુલ ગણવું જોઇએ. હકિકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઇ જાય છે. કારણ કે ધણીવાર મેનિયા, સ્ફ્રીઝોફેનિયા, ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપીલેપ્સીઝ નામની બિમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.

ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળીની આડઅસર પણ થઇ શકે છે

સમસ્યા. મારી ઉંમર 19 વર્ષની છે અને મારી ફિયાન્સની ઉંમર 23 વર્ષની છે. થોડાક દિવસ પહેલા એકાંતમાં અમે સેક્સ માણેલ. પરંતુ કોઇ જ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરેલ ન હતો બીજા દિવસે ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણેલ જ ન હતો મને અને મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. હવે મને ડર લાગે છે કે આ ગોળી લેવાથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઇ મુશ્કેલી તો નહી આવે ને?

ઉકેલ. આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે ચોકલેટ નથી. આ દવાથી ધણી બધી આડઅસર પણ થઇ શકે છે. માટે તમારા ડોક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારે ના લેતા અત્યારે માસિક આવે તેની રાહ જોવો એકવાર માસિક રેગ્યુલર થઇ જશે પછી ચિંતા કરવા જેવી નથી તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.

શિઘ્રસ્ખલની તકલીફ ખૂબ જ વધી ગઇ છે

સમસ્યા. મારી ઉંમર અઠતાલીસ વર્ષની છે. લગ્નજીવનને આશરે પચ્ચીસ વર્ષ થયેલ છે. મને શરૂઆતથી જ શિઘ્રસ્ખલનની તકલીફ છે. શરૂઆતમાં તો થોડોક સમય મલતો હતો. પરંતુ ધીરે ધીરે આ તકલીફ ખૂબ જ વધી ગઇ છે. હવે તો સ્પર્શ કરતા જ પ્રવેશ પહેલા જ સ્ખલન થઇ જાય છે. આના કારણે અમારે પતિ-પત્ની ને ઝગડા પણ થાય છે. ખૂબ જ દવાઓ કરાવી ચુક્યો છું. પણ કોઇ જ ફાયદો થયેલ નથી. છેલ્લે તો દેશી વાયાગ્રાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ આ દવા લેતા શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયેલ, છાતી ભારે લાગેલ અને આંખે પણ લાલ થઇ ગયેલ. એટલે મે આ દવા ફેંકી દીધેલ છે. મને યોગ્ય માગદર્શન આપવા વિનંતી. આભાર.

ઉકેલ. ધણીવાર યોગ્ય નિદાન અને સારવાર ના અભાવને કારણે પણ વ્યક્તિએ નાની બિમારીઓ માટે વર્ષો સુધી પરેશાન થવું પડે છે. જે એક કમનસીબી છે. શિઘ્રસ્ખલનની સારવાર જો યોગ્ય અને સચોટ નિદાન બાદ કરવામાં આવે તો, તે ગમે તેટલી ગંભીર કેમ ના હોય, દસ દિવસમાં જ ફાયદો જોવા મળી શકે છે. તમને આટલા વર્ષોથી ધીરે ધીરે વધેલ તકલીફ છે. માટે મોટાભાગે આપની તકલીફનું કારણ શારિરીક હોવાનું લાગે છે. માનસિક નહી. જેથી સ્ત્રી ઉપર હોય તે આસન, સ્ટોપ-ર્સ્ટાટ, સ્કીવઝ પધ્ધતિ વગેરે વધુ ઉપયોગી નહીં નિવડે. એકવાત ચોક્કસ છે, શિઘ્રસ્ખલન માટે હવે કોઇએ વધારે પિડાવાની જરૂર નથી.
First published:

Tags: Kam ni vaat, KAM NI VAT, Sex problem, Sexologist, Sexologist in ahmedabad, Sexologist paras shah, Sexologist. કામની વાત, Sexual life

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો