રોજ લસણ-ડુંગળી ખાવાથી સ્પર્મમાં વધ-ઘટ્ટ થાય? લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે?

કામની વાત

જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી #કામની વાત..

  • Share this:
    જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી #કામની વાત..

    સમસ્યા - મારી ઉંમર 34 વર્ષની છે. મારો સવાલ એ છે કે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટેઅને રોજીંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી તો યોગ્ય જવાબ આપવા વિનંતી છે.

    ઉકેલ - બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બંને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલન-ચલન શક્તિ પણ જોવી જરૂરી છે. અને તેમા રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. ચિત્રકામ કરવા માટે કપડું સાફ હોવું જરૂરી છે. તેજ રીતે શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલા રોગનું મૂળ દુર કરવું આવશ્યક છે. લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતિય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક કઠોળ અને ઓછી ફેટવાળું દુધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ. પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. અને સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

    સમસ્યા - ડોક્ટર સાહેબ, એક મહિના પહેલા હું એક બજારુ સ્ત્રી પાસે ગયેલો હતો. તેના થોડાક દિવસમાં મને પેશાબના ભાગે ચાંદુ પડ્યું અને બળતરા થાય છે. ડોક્ટરની દવા ચાલું છે. આ ગુપ્તરોગ વખતે બીજી કોઇ કાળજી રાખવાની?

    ઉકેલ - ગૃપ્તરોગ થાય તે વખતે જ નહીં, તે પહેલા પણ કાળજી રાખવી જોઇતી હતી. સૌ પ્રથમ તો લગ્નેતર સંબધ તરત જ બંધ કરો. જ્યાં સુધી સંપૂર્ણ સાજા ના થાવ ત્યાં સુધી સમગામ બિલકુલ ટાળો. જો લગ્ન થયેલ હોય તો પત્નીની પણ તપાસ કરાવો અને જરૂર હોય તો સારવાર પણ ત્રણ મહિના પછી એચ.આઇ.વી. પરિક્ષણ કરાવી લો. યાદ રાખો એઇડ્સનો ઇલાજ નથી પણ થતો અટકાવી શકાય છે. હમેંશા નિરોધનો ઉપયોગ કરવાની ટેવ પાડો.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
    Published by:kiran mehta
    First published: