Home /News /lifestyle /નાની ઉંમરમાં વાળ સફેદ થઇ રહ્યા છે? તો આ કાળા બી અસરકારક છે, ગ્રોથ પણ વધશે
નાની ઉંમરમાં વાળ સફેદ થઇ રહ્યા છે? તો આ કાળા બી અસરકારક છે, ગ્રોથ પણ વધશે
વ્હાઇટ હેર માટે કલોંજી બેસ્ટ છે.
Kalonji for black hair: કલોંજીમાં અનેક એવા તત્વો હોય છે જે તમારા વાળને નેચરલી રીતે બ્લેક કરવાનું કામ કરે છે. કલોંજીનો આ સાચી રીતે ઉપયોગ તમે કરો છો તો હેર મસ્ત થાય છે.
Kaloji for black hair: કલોંજીનો ઉપયોગ સામાન્ય રીતે મોટાભાગના લોકોના રસોડામાં થતો હોય છે. કલોંજી અનેક લોકો રૂટિનમાં પણ યુઝ કરતા હોય છે. આ સ્વાદ વધારવાની સાથે-સાથે સ્વાસ્થ્ય અને વાળ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આમ, તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે અને તમે કલોંજીનો ઉપયોગ કરો છો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે. કલોંજી તમારા વાળનો ગ્રોથ પણ વધારે છે. આ સાથે જ વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી કલોંજી તમને છૂટકારો અપાવે છે. તો જાણો કલોંજીનો કેવી રીતે ઉપયોગ કરશો.
હેલ્થલાઇન અનુસાર કલોંજીમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇનફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. કલોંજીનું તેલ પણ તમે વાળમાં નાખી શકો છો. આ તેલથી વાળમાં થતો ખોડો દૂર થાય છે અને સાથે ક્વોલિટી સુધરે છે.4
તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો એક બાઉલ લો અને એમાં નારિયેળ તેલ લઇને 5 મિનિટ માટે રહેવા દો. પછી આ તેલને ગરમ કરી લો. હવે આ તેલમાં કલોંજીના બી નાખો અને એક મિનિટ માટે ગરમ થવા દો. પછી ગેસ ધીમો કરી લો. હવે તેલને ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઇ જાય એટલે ગળણીથી ગાળી લો અને એક બોટલમાં ભરી દો.
આ તેલથી વાળમાં 10 મિનિટ મસાજ કરો. ત્યારબાદ એક કલાક રહીને હેર વોશ કરી લો. તમે ઇચ્છો છો તો રાત્રે આ તેલ વાળમાં નાખીને સવારમાં તમે હેર વોશ કરી શકો છો. આમ, તમે રેગ્યુલર આ તેલનો ઉપયોગ વાળ માટે કરો છો તો હેર મસ્ત થઇ જાય છે અને સાથે નેચરલી રીતે કાળ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર