આજે આ રીતથી કરો ભૈરવની પૂજા, દૂર ભાગશે ભૂત-પ્રેત અને હટશે અવરોધો

News18 Gujarati
Updated: June 25, 2019, 3:55 PM IST
આજે આ રીતથી કરો ભૈરવની પૂજા, દૂર ભાગશે ભૂત-પ્રેત અને હટશે અવરોધો
તે દિવસથી જ કાલાષ્ઠમીનો પર્વ શિવના રુદ્ર અવતારને કાલભૈરવના જન્મ દિવસના રૂપમાં મનાવાય છે. ત્યારે ચલો જાણીએ કે કેવી રીતે પૂજા કરવાથી કાલ ભૈરવની કૃપા તમારા પર રહેશે અને તમે તમામ પ્રકારના ભયથી મુક્તિ મેળવશો.

કાલાષ્ટમી 2019: કાલ-ભૈરવની કૃપા મેળવવા માટે કરો આ એક કામ ..

  • Share this:
કાલાષ્ટમી 2019: આજે આ રીતથી ભૈરવની પૂજા કરવી જોઈએ, તેનાથી  ભૂત-પ્રેત દૂર ભાગશે અને અવરોધો પણ દૂર થશે.

Kalashtami 2019: કાળ ભૈરવ અષ્ટમી એટલે આજે 25 જૂન, મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસે જે પણ ભક્ત ભગવાન ભૈરવની પૂજા-અર્ચના અને ઉપવાસ કરશે તેને ભગવાન કાળ ભૈરવ તેના બધા પ્રકારનાં રોગ-દોષ દૂર કરશે. આવો જાણીએ આ વ્રત કરવાની વિધિ..

કાલ-ભૈરવ વ્રતની રીત:

આ ઉપવાસ કરનારાઓને વહેલા નાહી-ધોઈ પિતુને શ્રદ્ધાંજલિ અને તર્પણ આપ્યા પછી ભગવાન કાળ ભૈરવની પૂજા અર્ચના કરવી જોઈએ. વ્રત કરનારને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ અને રાતના સમયે ધૂપ, દીવો, કાળા તલ, અડદ, સરસિયાના તેલનો દિવો કરી ભગવાન કાળ ભૈરવની આરતી ગાવી જોઈએ.

માન્યતા અનુસાર, ભગવાન કાલ ભૈરવનું વાહન શ્વાન છે, તેથી જ્યારે વ્રત ખોલો, ત્યારે હાથથી કંઇક પાવવાન બનાવી સૌથી પહેલા શ્વાનને ભોગ લગાવો. આમ કરવાથી ભગવાન કાલ ભૈરવની કૃપા થાય છે. સંપૂર્ણ મનથી કાલ ભૈરવ ભગવાનની પૂજા કરવા પર ભૂત, પિશાચ, પ્રેત અને જીવનમાં આવનારા બધા અવરોધો આપોઆપ જ દૂર થાય છે.

કાલ-ભૈરવ વ્રત કથા:પૌરાણિક કથાઓ મુજબ, એકવાર બ્રહ્માજીએ ભગવાન શિવના વ્યક્તિત્વને લઈને કંઈક એટલો વાંધો ઉઠાવ્યો કે જેનાથી શિવેજીને ક્રોધ આવ્યો. પરિણામે તેમના શરીરની છાયાથી કાલ ભૈરવની ઉત્પત્તિ થઇ. જે દિવસે આમ થયું, તે દિવસે માર્ગશીષ મહિનાની અષ્ટમી હતી. કાલ ભૈરવે શિવજીને અપશબ્દ બોલવાના આવેશમાં આવીને પોતાના નખથી બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું હતું.

મિક્સ વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ #Recipe

પરંતુ જ્યારે કાળ ભૈરવનો ગુસ્સો શાંત થયો, ત્યારે તેમને પોતાના ભૂલની અનુભૂતિ અને પછી તે બ્રહ્મ હત્યાના પાપથી છૂટકારો મેળવવા માટે ભટકતા-ભટકતા કાશી પહોંચ્યા. ત્યાં જઈને તેમના મનને શાંતિ મળી. તે જ સમયે આકાશમાંથી ભગવાન કાળ ભૈરવ માટે આકાશવાણી થઈ કે તેમને કાશીના કોટવાલ (રખેવાલ) માટે નિમણૂંક કરવામાં આવી છે અને તેમણે ત્યાં જ નિવાસ કરી લોકોને તેમના પાપોથી મુક્તિ આપવી પડશે.

 
First published: June 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading