હિટ એન્ડ ફિટ બનાવશે કાગાસન, પેટની ચરબી પણ ઘટી જશે

હિટ એન્ડ ફિટ બનાવશે કાગાસન, પેટની ચરબી પણ ઘટી જશે

શરીરને હિટ અને ફિટ રાખવા માટે યોગ કરવા જરૂરી છે. યોગ શરીરને સુડોળ અને મજબૂત બનાવે છે. યોગથી માત્ર શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે

 • Share this:
  સવિતા યાદવ

  શરીરને હિટ અને ફિટ રાખવા માટે યોગ કરવા જરૂરી છે. યોગ શરીરને સુડોળ અને મજબૂત બનાવે છે. યોગથી માત્ર શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. યોગ કરવાથી સવારે મન પ્રફુલ્લિત રહે છે. આ ઉપરાંત નાની મોટી શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે માનસિક તણાવમાં પણ રાહત મળે છે. હવે જ્યારે કોરોના વાયરસ ફરી વકરી રહ્યો છે, ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે. જો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને તમે પૂરતા તંદુરસ્ત ન હોવ તો કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો વધી જાય છે, જેથી યોગનો અભ્યાસ જરૂરી છે.

  પદ્માસન

  પદ્માસન શબ્દ બે અલગ અલગ શબ્દોને ભેગા કરીને બન્યો છે. પદ્માસનમાં પ્રથમ શબ્દ પદ્મ છે, જેનો અર્થ 'કમળ' થાય છે. જ્યારે બીજો શબ્દ આસનનો મતલબ 'બેસવું' થાય છે પદ્માસનમાં યોગ કરનાર વ્યક્તિ કમળનું ફૂલની મુદ્રામાં બેસે છે

  પદ્માસન કરવાના ફાયદા

  પદ્માસન કરવાથી શરીરમાં અશાંતિ અને બેચેની દૂર થાય છે. મનને શાંતિ મળે છે. આ આસન કરવાથી અલૌકિક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ આસનનો ઉપયોગ મેડીટેશન, કુંડલિની જાગૃત કરવા સહિતની પ્રક્રિયા માટે થાય છે. પદ્માસન ખૂબ જ શક્તિશાળી મુદ્રા છે. આ આસન કરવાથી પીઠ અને હૃદયની બીમારીઓથી રાહત થાય છે.

  આ પણ વાંચો - અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ, હવે પૈસા ચૂકવવા પડશે

  પેટની ચરબી ઘટાડે છે

  પદ્માસન કરવાથી પેટની ચરબી ઘટે છે. જે લોકો પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓને પાચનશક્તિમાં પદ્માસન કરવાથી વધારો થાય છે. ઉપરાંત કબજિયાત પણ દૂર થાય છે હાઈ બ્લડ પ્રેશર અને હર્નિયામાં રાહત મળે છે. સગર્ભા સ્ત્રીઓને પદ્માસન ન કરવું જોઈએ.

  કાગાસન

  પદ્માસનની જેમ કાગાસન કરવાના પણ અનેક ફાયદા છે. કાગાસન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. પાચનતંત્ર સતર્ક બને છે. પેટની કાયમી સમસ્યામાંથી છુટકારો મળે છે. કાગાસન કરવા માટે સૌપ્રથમ સાવધાન મુદ્રામાં ઊભા રહી જાવ. ત્યારબાદ પગના પંજા એકદમ સીધા અને હાથના પંજા શરીર સાથે અડાડી દો. ત્યારબાદ આવી જ સ્થિતિમાં બેસી જાવ. પગના પંજા આગળની તરફ હોવા જોઈએ. હાથથી ગોઠણ પકડી લો.

  નૌકાસન

  આ યોગાસન કરવા માટે સૌપ્રથમ પીઠના ટેકે સુઈ જાવ. બંને પગને એકસાથે જોડી દો બંને હાથ પણ શરીરને અડકાવી દો. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને છોડો તમારા બંને હાથને પગ તરફ ખેંચતા જાવ અને પગની સાથે છાતીને ઊંચી કરો. ઊંડા અને લાંબા શ્વાસ લેતા જાવ. ત્યારબાદ શ્વાસ છોડતી વખતે વિશ્રામ કરો.
  First published: