સમસ્યા. મારા લગ્નને હજી એકાદ વર્ષ જ થયેલ છે. અમે અઠવાડિયામાં ત્રણ-ચાર વખતે સેક્સ માણીએ છીએ. લગ્ન પહેલા ઘણીવાર મેં મિત્રો સાથે પોનોગ્રાફી પિક્ચર જોયેલા હતા. તેમા દરેક વખતે સ્ત્રી ચરમસીમા ઉપર ખૂબ જ જોરથી 'આહ' આથવા બૂમો પાડતી જોયેલ છે. પરંતુ મારી પત્નીએ એકપણ વાર 'આહા' બોલતી નથી. જેથી મને ઘણીવાર લાગે છે કે મારી પત્ની ને સેક્સમાં મજા આવતી હશે કે નહીં? તો મારે શી રીતે જાણવું કે પત્ની ને સેક્સમાં મજા આવે છે કે નહીં?
#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ
ઉકેલ. કેવળ 'આહ' કહેનાર સ્ત્રીને જ સેક્સમાં મજા આવે તેવો કોઇ નિયમ નથી. ઘણી સ્ત્રીઓ મનોમન પુષ્કળ આનંદ લે છે, પણ મોઢે થી કોઇ ઉચ્ચારણો કરતા નથી. આપણી હિન્દી ફિલ્મનો હિરો હેલિકોપ્ટરમાંથી કુદકો મારી શકે છે. દસ ગુંડાઓ સાથે વગર હથિયારે લડીને જીતી પણ શકે છે. જેને આપણે સહજતાથી લઇએ છીએ અને રોજિદા જીવનમાં અમલમાં મુકતા નથી. કારણ કે આ ફિલ્મ છે, હકિકત નથી. તે જ રીતે પોનોગ્રાફી એ પણ એક ફિલ્મ જ છે. તેની સરખામણી વ્યક્તિ એ પોતાના જીવન સાથે ના કરવી જોઇએ. બાકી સેક્સમાં ચરમસીમાનો આનંદ સ્ત્રી-પુરુષમાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં મહદંશે એક વ્યક્તિગત, સમયગત અનુભૂતિ બનીને રહી જાય છે.
બાહ્ય લક્ષણો જેવા કે પરસેવાથી રેબઝેબ, શ્વાસોશ્વાસ ખૂબ જ વધારે હોવા અથવા આપે કહેલ મુજબ 'આહ' બોલવું દરેક સ્ત્રીની ચરમસીમા અનુભવવાની નિશાની નથી. આથી સ્ત્રીઓમાં ચરમસીમા કળવી મુશ્કેલ બને છે. માટે સૌથી સરળ અને સચોટ ઉપાય તમારા સાથીને જ પુછવાને કે 'તને સંતાષ મળ્યો કે નહી?' અને જો તમે ગુસ્સે થયા વગર તે સ્વીકારશો તો સ્ત્રી મોટે ભાગે આપને સાચો જવાબ આપશે. ને એક ખાસ વાત તમે કેટલીવાર સમાગમ માણો છો તે અગત્યનું નથી, પરંતુ કેવી રીતે માણો છો તે મહત્વનું છે.
કોઇ વ્યક્તિ દરરોજ સેક્સ માણે પરંતુ તેને અથવા તેના સાથીને સંતોષ ના મલેતો તેનો કોઇ જ મતલબ નથી. પરંતુ કોઇ વ્યક્તિ મહિનામાં માત્ર એક-કે બે વાર જ સેક્સ માણે અને તેને અને તેના સાથીને પુરતો આનંદ મલે તો તે યુગલને હું સોમાંથી સો માર્ક આપું. એટલું યાદ રાખવું જોઇએ કે સેકસ આપણે આનંદ-સંતોષ માટે કરીએ છીએ નહીં કે મજુરી માટે.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર