Home /News /lifestyle /

#કામની વાત: એક દિવસમાં કેટલી વખત સેક્સ કરી શકાય ?

#કામની વાત: એક દિવસમાં કેટલી વખત સેક્સ કરી શકાય ?

મે દિવસમાં ચાર વાર સંબંધ રાખો પરંતુ તમને કે  તમારા સાથીને જો સંતોષના મલતો હોય તો આ જાતિય સંબંધ ઉતમ ના કહેવાય

મે દિવસમાં ચાર વાર સંબંધ રાખો પરંતુ તમને કે  તમારા સાથીને જો સંતોષના મલતો હોય તો આ જાતિય સંબંધ ઉતમ ના કહેવાય

    સમસ્યા:- મારી ઉંમર એકવીસ વર્ષની છે. મારે એ જાણવું છે કે દિવસમાં કેટલીવાર સેક્સ કરી શકાય? અને ઓછામાં ઓછું અઠવાડિયામાં કેટલીવાર સેક્સ થઇ શકે? દોડવાની પ્રેકટિસમાં હસ્તમૈથુન થી કોઇ આડઅસર થઇ શકે?

    ડો. પારસ શાહ

    ઉકેલ:- સેકસ લોકો બે કારણસર કરતા હોય છે. એક સંતાન માટે વંશ આગળ વધારવા માટે અને બીજુ જાતિય સંતોષ-આનંદ મેળવવા માટે. બાળક રાખવા માટે તમારે પત્નીના ર્ફટાઇલ દિવસોમાં સંબંધ રાખવો જોઇએ. આ દિવસો અને અઠારમાં દિવસની વચ્ચેના દિવસો કોઇવાર માત્ર એક જ વાર સંબંધ આ દિવસોમાં  રાખવાથી બાળક રહી જતું હોય છે તો અમુકવાર મહિનાઓ લાગી જતાં હોય છે. આ તમારા અને તમારા સાથીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે. અને હા નસીબ પણ અગત્યનું છે.



    જાતીય આનંદ-સંતોષ માટે કેટલીવાર સંબંધ રાખો છો તે અગત્યનું નથી પરંતુ કેવી રીતે રાખો છો તે મહત્વનું છે તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો પરંતુ તમને કે  તમારા સાથીને જો સંતોષના મલતો હોય તો આ જાતિય સંબંધ ઉતમ ના કહેવાય પણ જો તમે અઠવાડિયામાં એકજ વાર સંબંધ રાખતા હોવ અને તમને અને તમરા  સાથીને પુરતો સંતોષ મલી જતો હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તે જાતીય સંબંધ ઉતમ કહેવાય. કેટલીવાર સેક્સ કરો છો તે મહત્વનું નથી પરંતુ કેવી રીતે કરો છો. તે અગત્યનું છે.

    દિવસમાં કેટલીવાર કે અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ માણવો જ જોઇએ એવો કોઇ નિયમ નથી. જો બન્ને સાથીઓની ઇચ્છા હોય તો મનમાં આવે  તેટલીવાર જાતીય સંબંધ રાખી શકે છે. પરંતુ જો એક સાથીની ઇચ્છા ના હોય કે થાકી ગયેલ હોય તો જબરજસ્તી ના કરવી જોઇએ.  હસ્તમૈથુન થી આપના દોડવાની પ્રેક્ટિસ ઉપર કોઇ જ આડ અસર નહીં થાય. હસ્તમૈથુન એક નોર્મલ સહાજિક પ્રકિયા છે. જે મોટાભાગના પુરષો અને ઘણી સ્ત્રીઓ તેમના જીવનમાં કરતા જ હોય છે.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr paras shah, Kaam ni waat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन