#કામની વાતઃ પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે

News18 Gujarati
Updated: December 16, 2019, 5:24 PM IST
#કામની વાતઃ પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે
દરેક દવાની અસર હોય તો તેની આડઅસર પણ હોઇ શકે છે. વિયાગ્રા ગોળી લીધા પછી અત્યાર સુધી એકસો એકસઠ લોક એ જાન ગુમાવેલ છે

દરેક દવાની અસર હોય તો તેની આડઅસર પણ હોઇ શકે છે. વિયાગ્રા ગોળી લીધા પછી અત્યાર સુધી એકસો એકસઠ લોક એ જાન ગુમાવેલ છે

  • Share this:
સવાલ- ડોક્ટર સાહેબ મારી ઉંમર 46 વર્ષની છે. મને ડાયાબિટીસ કે બીજી કોઇ જ બિમારી નથી. હા દરરોજની સાત-આઠ સિગારેટ જરૂર પીવું છું. ડોક્ટર સાહેબ છેલ્લા આઠેક મહિનાથી ઇન્દ્રિયમાં પુરતુ ઉત્થાન નથી આવતું સમાગમની શરૂઆતમાં પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે. જો થોડું જોર લગાવવનો પ્રયત્ન કરુ તો દુ:ખાવો થાય છે. શું કરવું જોઇએ? બજારમાં મળતી દેશી વાયાગ્રા લઇ શકાય ?

ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

જવાબ- ધણીવાર ઉંમરની સાથે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. પુરુષત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટીરોનનું પ્રમાણ ઓછું થાય તો પણ પુરુષને ઉતેજના ઓછી થઇ શકે છે. ઘણીવાર પ્રોલેકટીલ નામના બીજા હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પણ ઇન્દ્રિયમાં પુરતું ઉત્થાન આવતું નથી જો લોહીની ચરબી એટલે કે કોલેસ્ટોરલનું પ્રમાણ વધે તો પણ પુરુષ ઓછું ઉત્થાન અનુભવી શકે છે.

આ પણ વાંચો-#કામની વાત: ગર્ભ રહે તે માટે કયા દિવસે સંબંધ બાંધવો જોઇએ?

સિગારેટ, બિડી, તમાકુ, દારુ, માંસાહાર, ઇંડાના સેવનથી પણ લાંબે ગાળે નપુંસકતા આવે છે. આમ આપનેથયેલ તકલીફના કારણો ધણા હોઇ શકે છે. નપુંસકતાના ઇલાજ માટે ઓરલ મેડિસિન્સ, પેપાવરીન ઇન્જેક્શન, ટેલ્ટોસ્ટીરોનના સ્પ્રે, ગોળી, અલ્પ્રોસ્ટાડીલ સપોઝીટરીઝ વગેરે અનેક વિકલ્પો ખુલ્લા છે. પરંતુ દરેક દવાની અસર હોય તો તેની આડઅસર પણ હોઇ શકે છે. વિયાગ્રા ગોળી લીધા પછી અત્યાર સુધી એકસો એકસઠ લોક એ જાન ગુમાવેલ છે. અને અડતાલીસ લોકો એ કાયમ માટે આંખોની રોશની ખોયેલ છે.

માટે જ તબીબી માગદર્શન હેઠળ જ સારવાર લેશો આજની તારીખમાં સેક્સની દરેક મુશ્કેલીઓનો ઇલાજ શક્ય છે. અને પુરુષ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે. અને છેલ્લે જ્યારે ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળપ્રયોગ તો જ કરવો એ ઊલટું સમસ્યામાં વધારો કરશે અને ક્યારેક અંદરના ભાગમાં ઇજા થશે.આ પણ વાંચો- #કામની વાત: પતિને માત્ર સેક્સમાં જ રસ છે

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर