સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...
ગેરમાન્યતા - દંપત્તીમાંથી સાથીને ક્યારેક સેક્સનું મન ન હોય ત્યારે થાકી ગયા હોવાની ફરિયાદ કરીને ટાળી નાખે છે. તો શું તમે સેક્સથી બહુ થાકી ગયા છો..
સત્યઃ બની શકે કે તમે 20 વર્ષ અગાઉની સરખામણીએ અત્યારે સંતૃપ્ત થઈ ગયા હોવ. પરંતુ હું બહું થાકી ગયો છું તે માત્ર સેક્સથી દૂર રહેવાનું બહાનું હોવાની શક્યતા વધારે છે. શરીરની ઉર્જામાં નિયમિત ઘટાડો થવાથી સેક્સ માટેની ઈચ્છા મંદ પડી જાય છે આથી તમારે તમારા ડોક્ટરની સલાહ લઈ થાઈરોઈડ અને એનિમિયાની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત તમારે તમારી જીવનશૈલી પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારે બીનજરૂરી કામોને બાજુએ મુકી પૂરતી ઉંઘ લેવી જોઈએ. આ ઉપરાંત જો તમે કામકાજથી કંટાળ્યા હોવ તો સેક્સ માણવા માટે રાતની રાહ જોવાની જરૂર નથી. તમે સવારે કે બપોરે પણ સેક્સની મજા માણી શકો છો.