#કામની વાતઃ લગ્ન પછી શરીર વધ્યું છે, શું રોજ સહવાસથી વજન વધી જાય?

News18 Gujarati
Updated: July 3, 2019, 6:36 PM IST
#કામની વાતઃ લગ્ન પછી શરીર વધ્યું છે, શું રોજ સહવાસથી વજન વધી જાય?
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

લગ્ન પછી શરીર વધ્યું છે, શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

  • Share this:
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

રોજ સેક્સ કરવાથી વજન વધી જાય? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમસ્યા-  મારી ઉંમર 24 વર્ષની છે. મારા લગ્નને 2 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં ચાર થી પાંચ વાર સંબંધ રાખીએ છીએ. અમને બન્નેને ખૂબ જ સંતોષ છે. પરંતુ મને લાગે છે આમ કરવાથી મારું વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારુ વજન લગભગ આઠ કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

ઉકેલ- ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દૂર કરવાની જરૂર છે. ઉલટું જો નિયમિત રીતે, એક્ટિવ સેક્સ માણવાથી વજન ઓછું થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હોવ તો શક્ય છે આપનું વજન વધી ગયેલ હોય.. અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે, તેમનામાં આડઅસર રૂપે ધણીવાર વજન વધી ગયેલ જોવા મળતું હોય છે. જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે. માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો. સાથે શક્ય હોય તો યોગ અને પ્રણાયમ કરો. આમ કરવાથી વજન તો ઘટશે જ, તેમજ માનસિક અને શારીરિક ર્સ્ફુતિ પણ આપનામાં રહેશે.

લગ્નની એક રાત પહેલા દુલ્હનના મનમાં આવે છે આવી વાતો

#કામની વાતઃ હસ્તમૈથુન સારી આદત કહેવાય કે ખરાબ આદત?તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: July 3, 2019, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading