#કામની વાતઃ કોન્ડમનો ઉપયોગ કોણ કોણ કરી શકે?

 • Share this:
  સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

  આ પણ વાંચો-  વધતી ગરમી અને હીટ-સ્ટ્રોક દરમિયાન પીવાનું ન ભૂલતા આ ડ્રીંક

  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... કોન્ડમનો ઉપયોગ બધાએ કરવો જ પડે?

  સમસ્યા: માનનીય ડોક્ટર સાહેબ મારી ઉંમર 21 વર્ષની છે. 6 મહિના પછી મારા લગ્ન લેવાવના છે. મારે એ જાણવું છે કે કોન્ડમનો ઉપયોગ એ બધા કરવો જ પડે કે પછી જેને એક જ સ્ત્રી જોડે (પત્ની) સંબંધ હોય તે ના કરે તો ચાલે? અને જો વાપરવો પડે તો શા માટે એનો મને ખ્યાલ આવતો નથી.

  આ પણ વાંચો- પુરુષોમાં Sperm Count ઘટે છે આ 3 ચીજોથી, આવી રીતે વધારી શકાય

  ઉકેલ: કોન્ડમ-નિરોધ એ અત્યંત પાતળું રબ્બરનું આવરણ છે જેને સંભોગ પૂર્વે ઉતેજીત ઇન્દ્રિય પર સરકાવાનું હોય છે. આમ કરવાથી વિર્યસ્ખલન નિરોધની અંદર થાય છે. અને બાળક રહેતું નથી. નિરોધને આ હેતુથી બનાવવામાં આવેલ સાથે સાથે નિરોધના ઉપયોગથી જાતિય સમાગમથી થતી બિમારીઓ અને એઇડ્રસ જેવા ગંભીર-જીવલેણ રોગ સામે પણ રક્ષણ મળે છે. માટે જેને બાળક ના જોઇતુ હોય અથવા લગ્નજીવન બહાર કે સજાતીય સંબંધ હોય તે દરેક વ્યક્તિએ નિરોધનો ઉપયોગ કરવો જ જોઇએ. આ લોકો માટે નિરોધ સેક્સ અને મોતની વચ્ચે દિવાલ જેવું કામ કરે છે. નિરોધના ઉપયોગથી જાતિય આનંદ ઘટી જાય છે તે એ ખોટી માન્યતા છે. છતાં પણ આનંદ ઓછો થયેલ લાગે તો તે માત્ર માનસિક કારણ વંશ હોવાની શક્યતા વધારે છે.

  આ પણ વાંચો- સેક્સ બાદ સાથી થઈ જાય છે ગુમસુમ, આ છે તેના કારણો

  આ પણ વાંચો- ઉપર મારી લીંગની જે લંબાઇ લખી છે એ ઉતેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: