#કામની વાતઃ ઇન્દ્રિયના આગળના ભાગે સફેદ પદાર્થ વધારે જામે છે

#કામની વાતઃ ઇન્દ્રિયના આગળના ભાગે સફેદ પદાર્થ વધારે જામે છે
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સંભોગ કરતી વખતે તથા કર્યા પછી દુ:ખાવો થાય છે.

  • Share this:
    ઇન્દ્રિયના આગળના ભાગે સફેદ પદાર્થ વધારે જામે છે.. જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

    સમસ્યા -  આપની કોલમમાં સેક્સ સમસ્યા અંગેના પ્રશ્નોના સચોટ જવાબ નિયમિત વાંચુ છું. તમારુ માગદર્શન ઘણું જ સ્પષ્ટ અને સચોટ હોય છે. જેથી મારી તકલીફ આપને જણાવું છું. હાલ મારી ઉંમર 52 વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે છેલ્લા પાંચ-છ માસથી સફેદ પદાર્થ વધારે જામે છે. જેને કારણે ધણીવાર ચળ ઉત્પન્ન થાય છે. તથા પેશાબ કર્યા પછી બળતરા પણ થાય છે. મહિનામાં એક-બે વખત સંભોગ કરતી વખતે તથા કર્યા પછી દુ:ખાવો થાય છે. આ બાબતમાં માર્ગદર્શન આપશો. તથા આ માટે ક્યા નિષ્ણાત ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તે અંગે પણ અચુક જણાવશો.



    ઉકેલ - સૌ પ્રથમ તો આપ ડાયાબિટીસ ચેક કરાવી લો. ધણીવાર ડાયાબિટીસ ના દર્દીઓમાં આ તકલીફ જોવા મળતી હોય છે. આ દર્દીઓમાં જો ડાયાબિટીસ કાબુમાં ના હોયતો આગળની ચામડી જાડી થઇ જાય છે અને ચોખ્ખાઇ બરાબર થતી હોતી નથી. તેમના પેશાબમાં પણ સુગર રહેલ હોય છે. જેથી ત્યાં બેકટેરિયાનો વિકાસ થતો હોય છે. તેથી ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. અને કદાચ તેજ કારણસર આપને ચળ આવતી હશે. માટે જ્યારે આપ સ્નાન કરો ત્યારે ચામડીને પુરેપુરી નિચે ઉતારી, આગળનો ભાગ સાબુથી દરરોજ સાફ કરજો. આપની ઉંમર બાવન વર્ષ છે. તેથી આપના પત્નીની ઉંમર પણ આશરે છેતાલીસ-સુડતાલીસની આસ-પાસ હશે. આ ઉંમરે સામાન્ય રીતે માસિક સ્ત્રાવ બંધ થવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ વખતે યોનિમાર્ગમાં ભિનાશ ઓછી થાય છે. અથવા થતી નથી. તેજ કારણે આપને સંભોગ વખતે અને તે પછી દુ:ખાવો થાય છે. આમ ના થાય તે માટે ફોરપ્લે (સંભોગ પહેલાની મસ્તી)માં થોડા સમયનો વધારો કરો. અને ફાયદો ના થાય તો K-Y જેલીનો પ્રયોગ કરો. આ વોટરબેસ જેલી છે. એટલે તેની કોઇ જ આડઅસર થતી નથી. અને દરેક દવાની દુકાને આસાનીથી મળી શકે છે. આપ નિષ્ણાત સેકસોલોજીસ્ટને બતાવી શકો છો.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
    Published by:News18 Gujarati
    First published:June 26, 2019, 19:31 pm

    ટૉપ ન્યૂઝ