#કામની વાતઃ આ 4 દિવસોની વચ્ચે સંબંધ રાખવાથી બાળક રહેવાની સંભાવના વધુ રહે

News18 Gujarati
Updated: November 4, 2019, 4:17 PM IST
#કામની વાતઃ આ 4 દિવસોની વચ્ચે સંબંધ રાખવાથી બાળક રહેવાની સંભાવના વધુ રહે
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જો આપ બન્ને ના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસો એ સંબંધ રાખો આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો.

  • Share this:
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... બાળક રહેવા ક્યાં દિવસે સંબંધ રાખવો....

પ્રશ્ન.  હું 26 વર્ષીય પરણિત યુવતી છું. મને 2 વર્ષના દામ્પત્ય જીવનમાં બાળક ન થવાથી બહુ જ બેચેની થાય છે. માસિક સમયસર 26-27 દિવસે આવે છે. ગર્ભધારણ કરવા માટે કયા દિવસે સમાગમ કરવો જોઇએ? મહેરબાની કરીને જલ્દી જવાબ આપવા વિનંતી. અને જો તે માટે કોઈ દવા હોય તો એ વિશે પણ જણાવશો.

ઉકેલ. સૌ પ્રથમ તમે બંને પતિ-પત્ની નિષ્ણાત ડોક્ટર પાસે ચેક-અપ કરાવી લો. ચાર-પાંચ દિવસ સુધી જાતિય સંબંધથી દુર રહીને સારી લેબોરેટરીમાં પતિના વિર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઇ ખામી ના હોય તો પછી આપની તપાસ કરાવી લો. જો આપ બન્ને ના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસો એ સંબંધ રાખો આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી તેરમાં દિવસ થી સોળમાં દિવસમાં દરરોજ સંબંધ રાખો કારણ કે આ દિવસોમાં તમારુ સ્ત્રીબિજ છુટું પડશે અને જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુંનું મિલન થશે તો બાળક રહેશે. ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો. પરંતું જો આમાં સફળ ના થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે. અને તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વિર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધો મૂકી શકાય છે. આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વ્યંધ્યત્વની સારવાર શકય છે. પરંતુ ધીરજ રાખવી જરૂરી છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાંઆ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading