#કામની વાત: કામશક્તિમાં વધારો થાય તેવો ખોરાક, દવા અને ઉપાયો જણાવશો

News18 Gujarati
Updated: November 18, 2019, 4:02 PM IST
#કામની વાત: કામશક્તિમાં વધારો થાય તેવો ખોરાક, દવા અને ઉપાયો જણાવશો
તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

  • Share this:
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... કામશક્તિમાં વધારો થાય તેવા ખોરાક, દવા અને ઉપાયો જણાવશો.

સમસ્યા-  મારી ઉમંર 35 વર્ષની છે. મને કોઇ બીમારી નથી. પરંતુ કામશક્તિમાં વધારો થાય તેવા ખોરાક, દવા અને ઉપાયો જણાવશો. સાથે એ પણ જણાવશો કે છાપામાં આવતી લિંગવર્ધક યંત્રની જાહેરાત એ સાચી છે? તેના દ્વારા લિંગની લંબાઇ તથા કામશક્તિમાં વધારો કરી શકાય છે?

ઉકેલ- ઇન્દ્રિયની તાકાત એ જ મર્દાનગીનું મૂળ છે. એવો ખોટો ખ્યાલ દુનિયાના દરેક સમાજમાં જોવા મળે છે. વળી આપણને દવાઓ હંમેશા મદદરૂપ થાય તેવી ખોટી માનસિકતા મનમાં ઘર કરી ગયેલ છે. મને તો લાગે છે કે 'દવા ખાવાની વૃતિ એ માણસને પશુથી જુદું પાડતું એક મહત્વનું લક્ષણ છે.' શક્તિવર્ધક દવાઓને અંગ્રેજીમાં 'એફોડાઝિયાક' કહેવામાં આવે છે. અર્થાત એવી દવાઓ જે જાતીય ઇચ્છાઓને પ્રદીપ્ત કરે અને જાતીય પરફોર્મન્સને સુધારે. આના માટે વિચિત્ર નુસખાઓ અજમાતા સદીઓથી જોવા મળેલ છે. આના માટે લોકોને કબુતરનું લોહી, સિંહ અને વાઘના હાડકાં, નખ તેમજ લિંગને ખાવામાં મિશ્ર કરતા દાખલા ઇતિહાસમાં છે. આ બધું જાતીયતાને ઉતેજીત કરે છે એવી વાહિયાત્ માન્યતાના કારણો છે. ઘણા બધા લોકો જાતીય શક્તિ વધારવા ચરસ, ગાંજો, અફીણ, ઇંડા અને માંસાહારનો સહારો લેતા જોવા મળેલ છે. પરંતુ આનાથી તો ઉલટું ભવિષ્યમાં નંપુસક્તા આવતી હોય છે. આજના આધુનિક મેડિકલ સાયન્સ આવી કહેવાતી શક્તિવર્ધક દવાઓ લેવાનું સૂચવતી નથી. મોંઘી, આકર્ષક પેકેટમાં પેક કરેલી, સેકસના નામવાળી, દરરોજ શહેરના તમામ જાણીતા પેપરોમાં જાહેરાત આપી લોકોને આકર્ષવાનો પ્રયત્ન પણ કરે છે. અજ્ઞાનના કારણે લોકો આવી દવા ખરીદે પણ છે. પરંતુ જાહેરાતીયા દવાઓથી ફાયદો તો થતો નથી પરંતુ ક્યારેક નુકસાન પણ થઇ શકે છે. મારી સલાહ મુજબ આપ કોઇપણ દવા લેવાનો વિચાર મનમાંથી કાઢી નાખો. દવાઓ માત્ર બીમાર વ્યક્તિઓને ફાયદો કરી શકતી હોય છે. હેલ્ધી નોર્મલ વ્યક્તિને નહીં. જો તમારે સો વર્ષના થાવ ત્યાં સુધી મજબૂત જાતીય જીવન માણવું હોય તો દારુ, તમાકુ, સિગારેટ, બીડીથી દૂર રહો. નિયમિત કસરત કરો. અને એક વાત સમજી લો કે સમજદાર અને પ્રેમાળ સાથી જ દુનિયાનું સૌથી ઉત્તમ અને એક માત્ર સેક્સ ટોનિક છે. લિંગવર્ધક યંત્રથી ન તો ઇન્દ્રિયની લંબાઈમાં કોઇ જ ફરક પડે છે કે ન તો કામશક્તિમાં કોઇ જ ફરક પડે છે. માત્ર ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઇ વધી શકે છે. પરંતુ જો પુરુષની ઇન્દ્રિય ઉતેજીત અવસ્થામાં બેં ઇચની હોય તો તે વધારવાથી પણ જાતીય આનંદમાં કોઇ ફરક નથી પડતો.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email:
dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળહનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: November 18, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading