#કામની વાતઃ છેલ્લા 2 વર્ષમાં 12 વખત IUI કરાવેલ છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી

News18 Gujarati
Updated: November 14, 2019, 5:01 PM IST
#કામની વાતઃ છેલ્લા 2 વર્ષમાં 12 વખત IUI કરાવેલ છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી
આપ સારવાર દ્વારા ચોક્કસ માતા-પિતા બની શકો છો. માટે ચિંતા છોડી નિદાન કરાવી યોગ્ય સારવાર શરૂ કરો. તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

આપ સારવાર દ્વારા ચોક્કસ માતા-પિતા બની શકો છો. માટે ચિંતા છોડી નિદાન કરાવી યોગ્ય સારવાર શરૂ કરો. તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

  • Share this:
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

#કામની વાતઃ  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... શું અમારે બાળક થશે?

સમસ્યા- મારા લગ્નને 3 વર્ષ થયેલા છે. મારી ઉંમર સતાવીસ વર્ષની છે. અને મારી  પત્નીની ઉંમર પચ્ચીસ વર્ષની છે. છેલ્લા બે વર્ષથી અમે બાળકનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીના બધા રિર્પોટ નોર્મલ છે. તકલીફ મારા શુક્રાણુંમાં છે. મારો શુક્રાણુનો કાઉન્ટ 1 લાખ છે. અને એકટીવ મોટીલીટી દસ ટકા છે. અમે છેલ્લા બે વર્ષમાં બાર વખત આઇ.યુ.આઇ. કરાવેલ છે. પરંતુ હજુ સુધી સફળતા મળેલ નથી. તો શું અમારે બાળક થશે? અમે માતા- પિતા બની શકીશું?

ઉકેલ- સૌ પ્રથમ તો તમારે શુક્રાણુની કમીનું કારણ શોધવું જોઇએ. નાનપણમાં થયેલ ઓરી-અછબડા, ગાલપચોડિયુ, ટી.બી ના કારણે ઘણીવાર શુક્રાણુની કમી સર્જાતી હોય છે. વેરિકોસીલ નામની વૃક્ષણની ગોળીમાં થતી બીમારીના કારણે પણ શુક્રાણુની સંખ્યા તેમજ હલન ચલન (મોટિલીટી) અસર જોવા મળે છે. ભઠ્ઠી કે વાધારે પડતી ગરમી, લેપટોપને ખોળામાં મુકીને લાંબો સમય ઉપયોગ કરવો વગેરે કારણોસર પણ શુક્રાણુની સંખ્યા ઘટી જાય છે. આજના સમયમાં યોગ્ય નિદાન બાદ સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે. આપના આટલા ઓછા કાઉન્ટ દ્વારા આપ બીજી વીસ વખત આઇ.યુ.આઇ. કરાવશો તો પણ પરિણામ મળવાની શક્યતા નહીંવત છે. આઇ.યુ.આઇ. માટે શુક્રાણુની સંખ્યા દસ લાખ કરતા વધારે હોવી જરૂરી છે. આપ સારવાર દ્વારા ચોક્કસ માતા-પિતા બની શકો છો. માટે ચિંતા છોડી નિદાન કરાવી યોગ્ય સારવાર શરૂ કરો.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદતસવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

 
First published: November 14, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading