Home /News /lifestyle /

#કામની વાતઃ મારા લગ્નને 30 દિવસ થયા છે, અમારે 1 વર્ષ સુધી બાળક નથી જોઇતું

#કામની વાતઃ મારા લગ્નને 30 દિવસ થયા છે, અમારે 1 વર્ષ સુધી બાળક નથી જોઇતું

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  ગર્ભના રહે તે માટે કઇ ગોળી લેવી? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  સમસ્યા- મારી ઉંમર 26 વર્ષ છે. અને પત્નીની ઉંમર 19 વર્ષ છે. મારા લગ્ન થયા ને હજી 30 દિવસ થયા છે. અમારે એક વર્ષ સુધી બાળક જોઇતું નથી. આપની કોલમમાં વાંચેલ છે કે 18 દિવસ પછી સેકસ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12માં દિવસે સેક્સ માણેલ. મને લાગે છે કે પત્નીને
  ગર્ભ રહી ગયેલ છે. તેને પેટમાં દુ:ખાવો થાય છે. જો ગર્ભ રહી ગયેલ હોય તો તેને મટાડવા શું કરવાનું? ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો.

  ઉકેલ- સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જોવો. જો સાતેક દિવસ ઉપર ચઢી ગયા હોય તો પેશાબની તપાસ કરાવી લો. જો તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવે તો સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પાસેથી ચેકઅપ કરાવી લો. હા હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દુર કરી શકાય છે. પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ
  ગર્ભ ના જ ઇચ્છતા હોવ તો નિરોધનો ઉપયોગ કરી શકો છો. અને નિરોધ માફક ના આવતો હોય તો ગર્ભનિરોધક ગોળી પણ આપની પત્ની લઇ શકે છે. આ ગોળીઓ નિયમિત લેવાથી સો ટકા અસરકારક નિવડે છે. અને હવે તેની પહેલા જેવી આડઅસર પણ જોવા નથી મલતી. આ બન્ને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તે સંભોગપૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મે ક્યારેય એમ નથી લખેલ કે માસિકના અઢારમાં દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મે લખેલ છે કે આ દિવસો રિલેટીવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમાં દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતા વધારે રહેલ હોય છે.

  જરા ચેતજો! આ મોસમમાં ખરજવું થવાની વધુ સંભાવના, મેળવો કાયમી છૂટકારો

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published:

  Tags: Dr paras shah, Kaam ni vat, Kaam ni vat: what to do to avoid pregnancy, Sex education, Sexologist, કામની વાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन