#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

 • Share this:
  #કામની વાતઃ  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો.

  સમસ્યા - મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમાગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સેક્સ વિશેની ચર્ચા પણ કરે છે. અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.

  ઉકેલ - પ્રથમ સમાગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે. આજથી આશરે સોળસો વર્ષ પૂર્વ વાત્સ્યાયન રચિત કામસૂત્રમાં પણ સંભોગપૂર્વની (ફોરપ્લે) અને તે પછીની (આફરપ્લે) રમતો ઉપર ખૂબ જ ભાર મૂકેલ છે. ફોરપ્લે તથા આફટરપ્લે દ્વારા સમાગમને વધુ આનંદાયક અને હળવાશપૂર્ણ બનાવી શકાય છે એવું વાત્સ્યાયને એ જમાનામાં પ્રતિપાદિત કર્યું હતું. પતિ-પત્નીએ પહેલી રાત્રિ એકમેકને સ્પર્શ્યા વિના અલગ પથારીમાં સૂવાની સલાહ આપી છે. વાત્સ્યાયનની આ સલાહ પૂરેપૂરી તમે અમલમાં ભલે ન મૂકો પણ તેની પાછળના હાર્દને સમજવાની તો જરૂર છે જ. આની પાછળ તેમનો આશય છે કે આ ત્રણ દિવસોમાં યુગલ એકબીજની સાથે વાતચીત કરે. અને મનથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. આને કારણે બન્નેના મનમાં રહેલો સેક્સનો છૂપો ભય હળવો થવામાં મદદ મળે છે. જેમ સૂરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં છે તેમ સુંદરીની સુંદરતાને માણવાની મઝા પણ ધીરે ધીરે જ આવે છે. કહેવાનો મતલબ એ જ કે સમાગમ કરવાની તક મળતાં વેત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી ન પડવું જોઇએ. પ્રથમ તો તમારી પત્ની તમારા પ્રત્યે વધારે આકર્ષાય તે માટે તેના સૌન્દર્યનાં ખાસ વખાણ કરો. ખુશામત તો ખૂદાને પણ પ્યારી હોય છે.

  પત્નીની હેરસ્ટાઇલ, આંખો, હોઠ, સ્તન વગેરે અંગોમાં તમને જે વિશેષતા લાગે, વધારે રોચક લાગે તેનું વર્ણન કરો. સાથે સાથે હળવી છેડછાડ, સ્પર્શ અનેચુંબન કરો. એક બીજાની પસંદ-નાપંસદ વિશે ખુલ્લા મને ચર્ચા કરો. જેટલી વાતચીત કરશો તેટલો જ વિશેષ આનંદ તમે મેળવી શકશો. સમાગમમાં વાતચીતનો મહિમા જ અલગ હોય છે. ઘણીવાર કોમોતેજક સાહિત્ય, રોમેન્ટિક વાર્તા કે જોક્સનું વાંચન પતિ-પત્ની વચ્ચે રહેલી ઝિઝક તોડવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ કેટલાક યુવાનો લગ્નની શરૂઆત દિવસોમાં પત્ની તેનાથી દબાઇને રહે, પોતાનું આધિપત્ય રહે એ માટે રૂક્ષ અને કટક વ્યવહાર કરે છે. આ પ્રકારનો વ્યવહાર આયોગ્ય છે અને પત્નીને તમારી નજીક આવતા રોકે છે.

  એવી જ રીતે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિના દર્શન કરાવશે, એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. અને તેઓ કામાતુર થઇને પત્ની ઉપર તૂટી પડતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે પત્નીને પ્રેમાળ અને આત્મીય સાથીની જરૂરિયાત હોય છે. બળાત્કાર કરવા માટે સક્ષમ કુસ્તીબાજ નહી. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહી પણ પ્રેમશક્તિની જરૂર છે.

  સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ. તેથી તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

  હિમાચલ: ઝાડ પર લટકતી મળી 'પરિણીતાની નિર્વસ્ત્ર લાશ', પતિ અને સાસુ-સસરાની ધરપકડ

  શું ફરીથી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? આ નવી તસવીરો જોઈ Internet પર ઉઠ્યા આવા સવાલો

  મનાલી હાઈવે-21 પર 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 1 યુવકનું મોત 4 ગંભીર ઘાયલ
  Published by:Bansari Shah
  First published: