#કામની વાતઃ પહેલી સિઝેરિયન ડિલીવરી બાદ બીજી ડિલીવરી નોર્મલ કરવા શું કરવું?

News18 Gujarati
Updated: August 18, 2019, 5:46 PM IST
#કામની વાતઃ પહેલી સિઝેરિયન ડિલીવરી બાદ બીજી ડિલીવરી નોર્મલ કરવા શું કરવું?
બીજું બાળક ક્યારે કરી શકાય?

બીજું બાળક ક્યારે કરી શકાય?

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... પહેલી સિઝેરિયન ડિલીવરી બાદ બીજી ડિલીવરી નોર્મલ થઈ શકે?

સમસ્યા -  મારી અને પત્નીની ઉંમર 29 વર્ષની છે. અમારે 15 મહિનાનું બાળક છે. આ બાળક સિઝેરિયન ઓપરેશન દ્વારા કરાવેલ હતું. જન્મતા જ તેને કમળો અને લોહીમાં પ્રોબ્લેમ થયેલો. તેથી તેને કાચની પેટીમાં રાખેલો. અમે વિર્ચાયું છે કે બીજુ બાળક ત્યારે જ લાવીશું જ્યારે  પહેલું નિશાળે જાય. પરંતુ ડોક્ટર તરીકે તમારો શો અભિપ્રાય છે? બીજું બાળક ક્યારે કરી શકાય? ઉંમર વધવાથી બીજુ બાળક કરવામાં તકલીફ પડી શકે છે? પહેલું બાળક સીઝેરીઅનથી આવેલ તો બીજું નોર્મલ ડીલિવરી દ્વારા થઇ શકે છે? નોર્મલ ડિલિવરી માટે શું કરવું જોઇએ.

ઉકેલ -  પહેલી ડિલીવરી સિઝેરીઅનથી થયેલ હોવા છતાં બીજુ બાળક ચોક્કસ નોર્મલ ડિલીવરી દ્વારા થઇ શકે છે. પરંતુ તે ડિલિવરીના છેલ્લા દિવસોમાં નક્કી થાય છે. નોર્મલ અથવા ઓપરેશન નો આધાર બાળકની પોઝિશન, પત્નીની ઉંચાઇ, બાળકના વજન, બાળકની આજુબાજુના પાણી વગેરે ઉપર રહેલ છે. સામાન્ય રીતે બે બાળક વચ્ચેનો સમયગાળો ત્રણ થી પાંચ વર્ષનો હોવો જોઇએ. પત્નીની ઉંમર બત્રીસ-તેત્રીસ વર્ષની છાય ત્યાં સુધી ખાસ ચિંતાની વાત નથી પરંતુ વધારે મોડુ થાય તો બાળક રહેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે ત્રીસ વર્ષ પછી દર વર્ષે બાળક રહેવાની શક્યતા દસ ટકા ઘટી શકે છે. બાકી નોર્મલ ડિલીવરી માટે તમારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે નિયમિત ચેકઅપ કરાવવું જોઇએ અને જે કસરતો બતાવે તે કરવી જોઇએ.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

 
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर