#કામની વાત: ઇન્દ્રિય ઉતેજીત થતી નથી અને થાય તે એકદમ જલ્દીથી ડીસ્ચાર્જ થઇ જાય છે

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  • Share this:
શિધ્રસ્ખલનની સારવારમાં શું ન કરવું એ જાણવું વધારે અગત્યનું છે

સમસ્યા -  મારી ઉંમર 50 વર્ષની છે. મારી પત્નીની ઉંમર 35 વર્ષ છે. મારા આ બીજા લગ્ન છે. 7-8 વર્ષ હું મારી પત્નિને બરાબર રીતે સમાગમ સુખ આપી શકતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી હું તેને સંતોષ આપી શકતો નથી. મારી તકલીફ આ પ્રમાણે છે.
* ઇન્દ્રિય ઉતેજીત થતી નથી અને થાય તે એકદમ જલ્દીથી ડીસ્ચાર્જ થઇ જાય છે.
* પેપરમાં આવતી જાહેર ખબરીયા ટોનિક ટેબ્લેટ લેવાથી કોઇ ફાયદો થયો નથી.
* વૈધો પાસે જઇને ફાકીઓ બનાવડાવીને લીધેલ છે. પણ તેનાથી પણ ફાયદો નથી.
ટૂંકમાં એકદમ નાસીપાસ થયેલ છું. આપને કોઇ યોગ્ય દવા બતાવવા વિનંતી. તા.ક. મને ડાયાબિટીસ કે હૃદયને લગતી કોઇ બીમારી નથી.

ઉકેલ - આપને બે તકલીફ છે. એક ઇન્દ્રિયમાં ઉતેજના નથી આવતી અને બીજી તકલીફ શિધ્રસ્ખલનની છે. ઇન્દ્રિયમાં ઉતેજના ઓછી અથવા ના આવવા માટે ધણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમકે સિગારેટ તમાકું દારુનું વ્યસન, લોહીની ચરબી વધી જવી, ટેસ્ટોસ્ટિટોન-પુરુષત્વના હોર્મોન્સનું પ્રમાણ ધટવું, પ્રોલેકટીન નામના બીજા એક હોર્મોન્સનું પ્રમાણ વધવું વગેરે..
આપની તકલીફ બે વર્ષથી છે. જેથી તે શારિરીક હોવાની શક્યતા વધારે છે. જો નપુંસકતા માનસિક હોય તો તે ટૂંક સમયની એકદમ થયેલ હોવાની શકયતા વધારે છે. હકિકતમાં નપુંસકતા સમજવા જેવી અને સમજી શકાય એવી બીમારી છે. ‘નપુંસકતા’ શબ્દ તબીબી ભાષામાં શિશ્નના અપૂરતા ઉત્થાન માટે વાપરવામાં આવે છે. જેને વૈજ્ઞાનિક પરિભાષામાં ‘ઇટફટાઇલ ડિસ્કંશન’ અને ટૂંકમાં ઇ.ડી. ના નામે ઓળખવામાં આવે છે. જો પુરુષની ઇન્દ્રિયમાં છેલ્લા ત્રણ મહિનામાં કોઇ પણ સંભોગોમાં, કોઇપણ અવસ્થામાં એકવાર પણ પૂરતુ ઉત્થાન અનુભવાય તો તે પુરુષને મોટાભાગે કોઇ જ શારિરીક તકલીફ નહી હોય. પરંતુ આ લોકોને ધણીવાર ‘નપુંસકતા’ કરતાં “નપુંસક હોવાની બીક” જ વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હોય છે. લગ્નના થોડા સમય બાદ કેટલાક યુગલો નિરાશા, એકધારાપણું, નિરસતા વગેરેને પરિણામે ઇન્દ્રિય સ્પર્શની માત્રા ધટાડી દે છે. તેઓ બાકીના શરીરને પણ ખૂબ જ ઓછું. સ્પર્શે છે, જેને પરિણામે તેઓ ઇન્દ્રિયની ‘નબળાઇ’ નો અનુભવ કરે છે. માટો સૌથી અગત્યનું નિદાન છે. જો ઇન્દ્રિયમાં ઉત્થાન ન આવવાનું નિદાન થઇ જાય તો ઇલાજ અશક્ય નથી જેના માટે આપે રૂબરૂ આવવું પડે આજે નપુંસકતાની સારવાર માટે વિવિધ સારવાર ઉપલબ્ધ છે. જેમકે મોઢા દ્વારા લેવાતી ગોળીઓ, વોઝાડાઇલેટર ઇન્જેક્શન, પેશાબ માર્ગમાં મૂકવામાં આવતી ગોળીઓ, પંપ, હોર્મોન્સની ગોળીઓ અને ઇન્જેક્શન દ્વારા નવજુવાનની જેમ જાતિય જીવન માણી શકાય છે. આપની બીજી તકલીફ કે જે શિધ્રસ્ખલનની છે. તેની ચર્ચા આ કોલમમાં ધણીવાર કરી ચૂકયા છે. શિધ્રસ્ખલનની સારવારમાં શું કરવું એના કરતાં શું શું ન કરવું એ જાણવું વધારે અગત્યનું છે. પહેલું તો દારૂ ન લેવો જોઇએ. કેટલાક પુરુષો માને છે કે દારૂ ના સેવનથી શીધ્રસ્ખલનમાં ફાયદો થાય છે. પણ દારૂથી શીધ્રસ્ખલન મટતું નથી. ઉલટું ક્યારેક તે મૂળ સમસ્યાને વધારે બગાડી નાખે છે. બીજુ સમાગમની સંખ્યા ના ધટાડવી શિધ્રસ્ખલન ધરાવતા પુરુષો પોતાની આ તકલીફ છુપાવવા, સુધારવા બધુ જ કરી છૂટે છે. પરંતુ જ્યારે સુધારો નથી દેખાતો ત્યારે તેઓ હતાશ થઇ જાય છે. અને સમાગમ ધણીવાર મહિનામાં એકાદવાર જ કરવાનો પ્રયત્ન થાય છે. આના કારણે સ્ખલન વધુ ને વધુ ઝડપી, વધુ ને વધુ અનિયંત્રિત થતું જાય છે. કેમ કે સ્ખલન નિયંત્રણ માટે સેકસનું સાતત્ય હોવું જરૂરી છે. નોર્મલ પુરુષોમાં ય અનિયમિતતાને કારણે ક્ષણિક શીધ્રસ્ખલનની તકલીફ થઇ શકે છે. ત્રીજીવાત, શિધ્રસ્ખલન રોકવા કેટલાક પુરુષો પોતાનું ધ્યાન બીજી તરફ વાળી દેતા હોય છે. આમ ક્યારેય ના કરવું આમ કરવાથી ધણીવાર ઇન્દ્રિયમાં ઠીલાસ આવી જાય છે. અને સમાગમ અશક્ય બની જતો હોય છે. છેલ્લી ચોથી વાત જે સૌથી અગત્યની છે. શિધ્રસ્ખલન ના ઉપાય તરીકે બજારમાં મલતા સ્પ્રેનો ઉપયોગ કયારેય ના કરવો. આમ કરવાથી ભવિષ્યમાં નપુંસકતા આવી શકે છે કારણ કે તેની અંદર લોકલ અનેસ્પેટીક એજન્ટ હોય છે. જેથી તે સમય પૂરતો ભાગ બહેરો થઇ જાય છે. પરંતુ લાંબા ગાળે ત્યાં જ્ઞાનતુંતુઓ બિનકાર્યક્ષમ થાય છે. જેનાથી નપુંસકતા આવે છે. આ બિમારી છે. જેમ દવા લેવાથી તાવ મટી જાય છે. તેમ આ મુશ્કેલીઓમાં પણ સચોટ નિદાન પછી યોગ્ય સારવાર લેવાથી આ બીમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: