Home /News /lifestyle /#કામની વાતઃ 'એનલ સેક્સ' કોને કહેવાય? વિવિધ સેક્સ-આસનો વિશે જણાવશો

#કામની વાતઃ 'એનલ સેક્સ' કોને કહેવાય? વિવિધ સેક્સ-આસનો વિશે જણાવશો

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

#કામની વાતઃ  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમસ્યા. હું આપની કોલમ ખૂબ રસપૂર્વક વાંચુ છું. મારી ઉંમર 22 વર્ષની છે. મારા નીચેના પ્રશ્નોના જવાબ આપની કોલમમાં આપવા વિનંતી છે.
- સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે? પુરુષો સેક્સમાં ક્યુ આસન વધારે પંસંદ કરે છે?
- “એનલ સેક્સ” કોને કહેવાય?
- સ્ત્રીને કેવું લિંગ વધુ આનંદ આપી શકે? લંબાઇમાં વધુ હોય તે કે જેની જાડાઇ વધારે હોય તે?
- હાથથી લિંગને ખેંચવાથી કે હસ્તમૈથુનથી લિંગની લંબાઇ વધી શકે કે નહી? આપના જણાવ્યા મુજબ 2 ઇંચ લાંબુ લિંગ સેક્સ માટે પૂરતું છે. પણ લિંગની લંબાઇ અને જાડાઇ વધારવા માટે કંઇ રીત અપનાવી શકાય?
- વિવિધ સેક્સ-આસનો વિશે આપના લેખમાં વિગતે માહિતી આપશો.

ઉકેલ. પંચોતેર ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે, સમાગમ દરમિયાન તેઓ પોતે ‘ઉપર’ અને પુરુષો ‘નીચે’ હોય એવી સ્થિતિ પંસંદ કરે છે. કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને સાથે સાથે વિર્ય સ્ખલન થતા પણ વાર લાગે છે. આમ છતાં પણ મોટાભાગના યુગલો ‘મેલસુપીરિયર’ આસન જ પુરુષોની પંસંદમાં કોઇ સામ્યતા જોવા મળેલ નથી. આ તો કોઇકને ચાઇનિઝ ભાવે તો કોઇક ને પંજાબી કે ગુજરાતી. વળી કોઇક ઇટાલિન પણ વધારે પંસદ આવી શકે છે. તે જરીતે સેક્સમાં પણ પોતાને અને સાથીને અનુકુળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે. કોઇવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવા પડે છે. જેમે સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે તો તે સમયે ‘સાઇડ બાય સાઇડ’ આસન વધારે અનુકુળ છે. ટુંકમાં દામ્પ્તય જીવનમાં પતિ-પત્ની એ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમાગમ કરવો જોઇએ.
એનલ સેક્સ એટલે કે ગુદા મૈથુન. આમ કરવાથી એઇડ્સ થવાની શક્યતાઓ રહેલ છે. નિરોધનો ઉપયોગ જરૂરી છે. સ્ત્રી જાતિય આનંદનો આધાર શિશ્નના આકાર, લંબાઇ કે જાડાઇ ઉપર રહેલ નથી. ઇન્દ્રિયની લંબાઇ કે જાડાઇ નહીં, કલા અને ગુણવતા મહત્વ ધરાવે છે. કારણ કે આનંદ માટે સંવેદના જરૂરી છે. જે સ્ત્રીના યોનિમાર્ગની બહારના ભાગમાં અને આગળના બે ઇંચમાં જ હોય છએ. પાછળનો ચાર ઇંચમાં સંવેદના નહિવત જ હોય છે. વળી યોનિમાર્ગ એક પ્રસારણક્ષમ, સ્ટ્રેચેબલ અવ્યવ છે. સમાગમ વખતે ઇન્દ્રિયની જાડાઇ જેટલુ અને નવજાત શિશુના જન્મ સમયે તેના માથા જેટલું પહોળુ થઇ શકે છે. આટલું જાણયા પછી પણ જો આપને લંબાઇ વધારવી જ હોય તો એક જ રસ્તો છે. એક આપ ઓપરેશન દ્વારા લંબાઇ અને જાડાઇ વધારી શકો છે. બાકી હાથથી ખેંચવાથી કે હસ્તમૈથુન દ્રારા લિંગની લંબાઇ કે જાડાઇમાં કોઇ જ ફેર પડી શકે નહી.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published:

Tags: Dr paras shah, Kaam ni vat, Sex education, Sexologist, કામની વાત