#કામની વાતઃ પુરુષો આ 5 કારણોને લીધે સ્ત્રીઓને જાતીય સંતોષ નથી આપી શકતા

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

પોતે યોગ્ય રીતે અને સ્ત્રીને સંતોષ મળે તેવી રીતે સેક્સ કર્યું છે કે નહીં તે અંગે પુરુષો સતત વિચારે છે.

  • Share this:
#કામની વાતઃજાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

કેટલાંક પુરુષો બેડરૂમમાં પ્રવેશ્યા બાદ આત્મવિશ્વાસથી પૂર્ણ પુરુષમાંથી અસુરક્ષિત બાળક બની જાય છે

પુરુષપ્રધાન સમાજમાં એવી સામાન્ય માન્યતા પ્રવર્તતી હોય છે કે સેક્સ અંગે સ્ત્રીઓના મનમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતા કે બીક રહેલી હોય છે જ્યારે પુરુષ માટે સેક્સ એ પોતાનું જોર બતાવવાના દ્વંદ કે રમત સમાન છે. પરંત વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પુરુષોને પણ સેક્સ અંગેની કેટલીક બાબતોની ચિંતા સતાવે છે.

સામાન્ય રીતે પુરુષોને બેડરૂમમાં પોતાની જાતિય કાર્યક્ષમતા અને તેની સાથે સંકળાયેલી બાબતો અંગેનો ડર સતાવતો હોય છે. મહિલાઓથી વિપરીત સેક્સ દરમિયાન પુરુષો પોતાના શરીર, દેખાવ કે વ્યક્તિત્વ અંગે બહું ધ્યાન નથી આપતા અથવા તો તે અંગે વિચારતા નથી. તેમનો મુખ્ય હેતુતો પુરા જોશથી અને રસપૂર્વક સેક્સ માણવાનો હોય છે જેથી તે સ્ત્રીને સેક્સનો મહત્તમ આનંદ પૂરો પાડી શકે.

પોતે યોગ્ય રીતે અને સ્ત્રીને સંતોષ મળે તેવી રીતે સેક્સ કર્યું છે કે નહીં તે અંગે પુરુષો સતત વિચારે છે. શું તેમણે માણેલાં સેક્સથી મહિલા પાર્ટનરને સંતોષ થયો હશે કે નહીં? શું મારા લિંગનું કદ યોગ્ય છે? મારું શિશ્ન બરાબર ટટ્ટાર નહીં થાય તો શું? શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં નહીં રહે તો શું થશે? જો હું મારી બેડ પાર્ટનરને યોગ્ય જાતીય સુખની ચરમસીમા સુધી નહીં લઈ જઈ શકું તો ? આવી અનેક પ્રકારની ચિંતાઓ પુરુષને સતાવે છે. જોકે આ બધી બાબતોમાં સર્વસામાન્ય ચિંતા પોતાની જાતિય ક્ષમતા અંગેની હોય છે. મનમાં ઉંડે ઉંડે
પણ આ પ્રકારનો ભય ધરાવતા પુરુષો પોતાના સ્ત્રી સાથીને પુરતો જાતિય સંતોષ નથી આપી શક્તા એટલું જ નહીં પરંતુ તેઓ પોતે પણ સેક્સનો મહત્તમ સંતોષ માણી શકતા નથી.

ભલે આ વાત માનવામાં ના આવે પણ,  આવી ચિંતાને કારણે  કેટલાંક પુરુષો બેડરૂમમાં પ્રવેશ્યા બાદ આત્મવિશ્વાસથી પૂર્ણ પુરુષમાંથી  અસુરક્ષિત બાળક બની જાય છે. અસુરક્ષિતતાની આ લાગણીને વ્યક્ત કરવા તેઓ તૈયાર નથી અને સમાગમના સમયે તે તેના સ્ત્રી સાથી જેટલાં જ ચિંતિત રહે છે.

મહિલાઓને જાતિય સુખનો મહત્તમ આનંદ આપવામાં નડતા એવા કયા પરિબળો છે?

1- શિશ્નને લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં નહીં રાખી શકાય -  પુરુષોને સૌથી વધુ ચિંતા એ વાતની સતાવે છે કે શું તે સમાગમ દરમિયાન લાંબા સમય સુધી પોતાના લિંગને ઉત્તેજિત અવસ્થામાં રાખી શકશે કે નહી? આ ઉપરાંત વધતી ઉંમરની પણ તેના પર અસર થાય છે. જો તે આ અંગે વધુ પડતી ચિંતા કે ઉચાટ કરતો હોય તો તેનાથી તેની સમસ્યા વધારે વિકટ બને છે અને સમાગમના પ્રારંભથી જ તેને જાતિય સુખની પરાકાષ્ટા સુધી પહોંચવામાં તકલીફ થાય છે.

2- અપરિપક્વ અથવા કવેળાએ થતા વિર્યસ્ખલનની સમસ્યા- 
યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તો તે પહેલાં જ સ્ખલન થઈ જતવાની સમસ્યા મોટાભાગના પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અનુભવી ચુક્યા હોય છે. ત્રીજા ભાગના પુરુષો આ સમસ્યામાંથી પસાર થાય છે અને મોટાભાગના તેના ઉપાય અંગે અજાણ છે. પુરુષોમાં સમયથી પહેલાં થતાં વિર્યસ્ખલનથી મહિલાઓમાં જબરદસ્ત અસંતોષની લાગણી પેદા થાય છે. આ એક એવી શરમજનક સ્થિતિ છે જેમાંથી પસાર થવું કોઈપણ પુરુષને પાલવે તેમ નથી. સ્ત્રીના ચહેરા પરના અસંતોષ અને અણગમાના હાવભાવ જોવાની બીક ભલભલા સશક્ત અને ખડતલ પુરુષોની હવા કાઢી નાખે છે. અકાળે થતું વિર્યસ્ખલન એક વિકટ સમસ્યા છે જેનો પુરુષો કોઈને કોઈ કાળે ભોગ બને છે.

3- તે પોતાની સાથીને પુરતો જાતિય સંતોષ નહીં આપી શકે- 
દરેક પુરુષ પોતાની જાતિય સાથીને સંતોષ આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઉણાં ના ઉતરેતેવું ઈચ્છે છે. આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે. મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઉભા કરે છે. તે એવું વિચારે છે કે શું તે જાતિય સંતોષ મેળવવા અન્ય કોઈ પુરુષનો સહારો લેશે? આ અન્ય કોઈ પુરુષ(પોતાની નબળાઈને કારણે) નો વિચાર તેને વધુ મંઝવણમાં મૂકી દે છે. આ મુદ્દો એક વિષચક્ર જેવો છે, પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતિય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માંડે છે અને તેનાથી તેના પર્ફોર્મન્સ પર અસર થાય છે અને છેવટે તે પોતાની મહિલા સાથીને પુરતો સંતોષ આપી શકતો નથી.

4- તેનું શિશ્ન બહું નાનું છે
જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે ના હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહું નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પૂરતો જાતિય સંતોષ આપી શકતો નથી. મહિલા દ્વારા, તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતિય ક્રિયાથી પુરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે. મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી, જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી(2 ઈંચ) કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.

5- ગર્ભાધાનની અક્ષમતા - એ જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય, આમ છતાં ઘણાં પુરુષોના મગજમાં પોતાની પ્રજનન ક્ષમતા અંગેની ચિંતા રહ્યા કરે છે. મહિલાને ગર્ભવતી નહીં બનાવી શકવા અંગેની સતત કરવામાં ચિંતાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે જે તેમની જાતિય ક્ષમતા પર માઠી અસર કરે છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં તબીબી રીતે કોઈપણ ખામી ના હોવા છતાં કેટલીક મહિલાઓ ગર્ભાધાન નથી કરી શકતી. જો તમારી મહિલા સાથી તમારા વર્તન અને સ્વભાવથી સંતુષ્ટ હોય તો તમે તેની સેક્સ અંગેની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકો છો. સેક્સ દરમિયાન પણ મનને શાંત રાખો, ફોર પ્લેનો આનંદ માણો, આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ અને આનંદની અનુભૂતિ થશે. પરંતુ જો તમે સેક્સ સમસ્યાથી પીડાતા હોવ તો કોઈ નિષ્ણાત સેક્સોલોજિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.
Published by:Bansari Shah
First published: