#કામની વાતઃ વિયાગ્રાની ગોળી લીધાં બાદ એ વ્યક્તિને શું થાય?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

 • Share this:
  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... વિયાગ્રાની ગોળીઓનું વ્યસન તો નહી થાય ને?

  પ્રશ્ન -  મારી ઉંમર 38 વર્ષની છે. આમતો મને કોઇ જ તકલીફ નથી થોડા મહિના પહેલા અમેરિકા ગયેલો મારા બનેવી ત્યાં ડોક્ટર છે. તેમની પાસેથી મે મારા મિત્રને જરૂર છે તેમ કહી થોડી વિયાગ્રાની ગોળીઓ લીઘેલ છે. શું હું આ ગોળી લઇ શકું? આનું વ્યસન તો નહી થાય ને?

  ઉકેલ - આપને માથું દુખતું હોય અને તેના માટે દવા લો તો ફાયદો થાય પરંતુ જો દુ:ખાવો હોય જ નહી ને દવાલો તો ફાયદો થાય? ચોક્કસ ના થાય પણ કદાચ આડઅસર થઇ શકે વાયાગ્રા ગોળી ઉત્થાનની તકલીફવાળા માટે છે જે રીતે આપે કહેલ છે કે તમને કોઇ જ જાતિય-શારીરિક તકલીફ નથી. માટે આ દવા લેવાથી આપને કોઇ જ ફાયદો થાય નહીં. અહીં યાદ રાખવું જોઇએ કે આ જ દવા લેવાથી અમેરિકામાં 163 લોકોના મૃત્યુ થયેલ છે 48 લોકોએ આંખો કાયમ માટે ગુમાવેલ છે. માટે યોગ્ય ડોક્ટર પાસેથી પુરતા ચેકઅપ બાદ જ આ દવા લેવી હિતાવહ છે. આ દવાઓ છે, ચોકલેટ નથી કે ઇચ્છા થાય ત્યારે ખાઇ શકાય. દેશી વાયાગ્રા માટે પણ આ વાત આટલી જ સાચી છે.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: