Home /News /lifestyle /#કામની વાતઃ હાઈ બ્લડ પ્રેશરની સેક્સ લાઈફ પર શું અસર થાય?

#કામની વાતઃ હાઈ બ્લડ પ્રેશરની સેક્સ લાઈફ પર શું અસર થાય?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... #કામની વાતઃહાઈ બ્લડ પ્રેશરની સેક્સ લાઈફ પર અસર



વધતી ઉંમરની સાથે સાથે શરીરના અંગોની ક્ષમતા પર અસર થાય તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાંક એવા લોકો પણ છે જેઓ યુવાનીમાં પણ નબળાઈ અનુભવે છે. શરીરના અંગોની વાત માત્ર હાથ-પગ સુધી સિમિત નથી. તેમાં જાતિય અંગોનો પણ સમાવેશ થાય છે. ઘણાં લોકોને જીવનના કોઈ એક તબક્કે શિશ્નોત્થાન જાળવી રાખવાની સમસ્યા અનુભવાતી હોય છે. આ માટેના અનેક કારણો છે, જે શારીરિક કે માનસિક હોઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર તથા તેની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ ની આડઅસરને પરિણામે પણ શિશ્નોત્થાનની સમસ્યા સર્જાઈ હોય. બિટાબ્લોકર્સ તથા ડાઈયુરેટિક્સ જેવી હાઈબ્લડપ્રેશરને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ શિશ્નોત્થાનની સમસ્યા વકરાવી શકે છે. એસીઈ ઈન્હિબિટર્સ અને કેલ્શિયમ ચેનલ બ્લોકર્સથી શિશ્નોત્થાનની સમસ્યા થવાની સંભાવના ઓછી છે. જો તમે  પણ બ્લડ પ્રેશરની સારવારની દવા લેતા હોવ અને તે કયા પ્રકારની દવા છે તે ના જાણતા હોવ તો તમારા ડોક્ટરને પૂછી લો. શિશ્નોત્થાનની સમસ્યા માટે અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં તમે આ દવાઓ લો છો કે નહીં, તમારું બ્લડ પ્રેશર કેટલું ઊંચુ રહે છે, કેટલાં સમયથી છે, તમારી ઉંમર વગેરેનો સમાવેશ થાય છે. જો તમે શિશ્નોત્થાનની સમસ્યાને દૂર કરવા માટે આ દવાઓ લેવાનું બંધ કરવાનું  વિચારતા હોવ તો તે પહેલા તમારા ડોક્ટરની સલાહ અચૂક લેજો. ડોક્ટરની સલાહ વગર કોઈ દવા બંધ ના કરશો.

તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે તે જરૂરી છે. કારણકે હાઈ બ્લડ પ્રેશરને લીધે હૃદય રોગ, સ્ટ્રોક તથા કિડનીને નુકસાન સહિતની ગંભીર શારીરિક સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે. જો તમને શિશ્નોત્થાનની સમસ્યા છે તેવું નિદાન થાય તે પછી પણ તમે સારી રીતે સેક્સ લાઈફ માણી શકો છો.

શિશ્નોત્થાનની સમસ્યાની સારવાર માટે અનેક વિકલ્પો છે, જેમાં જીવનશૈલીમાં સરળ ફેરફારથી લઈને સર્જરીનો સમાવેશ થાય છે. આ સમસ્યા માટે ક્વોલિફાઈડ સેક્સોલોજિસ્ટ્સની સલાહ લેવી જોઈએ. જે તમારી સમસ્યાનું મૂળ શોધી યોગ્ય સારવાર દ્વારા તમને ફરીથી જોમવંતા બનાવશે. સેક્સોલોજિસ્ટ  સાથે સમસ્યાની ચર્ચા કરવાથી સેક્સલાઈફ અંગેની ચિંતા ઘટાડવામાં મદદ મળશે. માટે જાતીય સમસ્યાઓ અંગે સેક્સોલોજિસ્ટ સાથે ચર્ચા કરતાં શરમાશો નહીં.

યાદ રહે સેક્સોલોજિસ્ટ સાથે આવા મુદ્દે ચર્ચા કરનારી તમે પ્રથમ વ્યક્તિ નથી. શિશ્નોત્થાનની સમસ્યાના શારીરિક કે માનસિક કારણો હોઈ શકે છે. તમારી સમસ્યાના નિરાકરણ માટે તમારે સેક્સોલોજિસ્ટ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published:

Tags: Dr paras shah, Kaam ni vat, Sex education, Sexologist, કામની વાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો