મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી, જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે.
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.
જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે ના હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહું નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પુરતો જાતીય સંતોષ આપી શકતો નથી. મહિલા દ્વારા, તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતીય ક્રિયાથી પુરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે.
મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી, જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે મહિલાઓને જાતીય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી(2 ઈંચ) કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.
તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર