#કામની વાતઃ ઉંમર વધતા જાતીય જીવન ન માણી શકવા પાછળના કારણો

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

 • Share this:
  ઉંમર વધવાની સાથે વધુ સારી રીતે સેક્સ કેવી રીતે માણી શકાય તે જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...  મોટાભાગના લોકોમાં મહિલાઓની સેક્સ માણવાની ઉંમર અંગે વિવિધ ખોટા ખ્યાલો કે માન્યતાઓ પ્રવર્તે છે. આવા લોકોના મતે 40 વર્ષની વય પછી મહિલાઓની કામેચ્છા મંદ પડી જતી હોય છે, ખરેખર તો 40 કે તેથી વધુની વયે વધુ બહેતર રીતે સેક્સનો આનંદ માણી શકાય છે પરંતુ આવી ગેરમાન્યતાઓને કારણે મોટાભાગનો વર્ગ એવું માને છે કે માત્ર યુવાનો જ સેક્સ સારી રીતે માણી શકે છે, જે તદ્દન ખોટી વાત છે. અહીં આવી ગેરમાન્યતા વિશે સમજણ આપવામાં આવી છે.

  ગેરમાન્યતા 1- વધતી વયે સેક્સની જરૂર નથી રહેતી
  સત્યઃ સંતાનના જન્મ પછી સેક્સની જરૂરિયાત શું છે તે અંગેની સ્પષ્ટ પુનઃવ્યાખ્યા કરવી મુશ્કેલ છે. સેક્સ એ પાણી કે ખોરાક નથી કે જેના વિના તમે મૃત્યુ પામો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમને ખુશી, આનંદ કે સંતોષ તથા ભાવનાત્મક અને શારીરિક તંદુરસ્તી પૂરી પાડતી અન્ય બાબતો કરતાં તેની જરૂર સહેજ પણ ઓછી હોય. સેક્સ માણવાથી શરીરના તમામ અંગોમાં લોહીનું પરિભ્રમણ થાય છે જેના પરિણામે શરીરના તમામ અંગોમાં પોષક તત્વો યોગ્ય રીતે પહોંચે છે તથા કચરાનો નિકાલ થાય છે. હૃદયના ધબકારા, ઉંડા શ્વાચ્છોશ્વાસ વગેરે આરોગ્ય માટે લાભદાયી છે.

  ગેરમાન્યતા 2 - તમે રજોનિવૃત્તિકાળની નજીક પહોંચો ત્યારે તમારું શરીર કામેચ્છુક નથી રહેતું

  સત્યઃ રજોનિવૃત્તિકાળના કેટલાંક વર્ષો અગાઉ અનિયમિત માસિક, સ્વભાવમાં બદલાવ અને યોનીમાં સ્નિગ્ધતા ઘટી જવી વગેરે જેવા (ક્યારેક)થતાં પરિવર્તનો તમારી સેક્સ લાઈફને અસર કરે છે. પરંતુ શરીરમાં થઈ રહેલા પરિવર્તનો છતાં તે સેક્સ માણવા ઉત્તમ જ છે અને તે બાબતને જાણવી મહત્વની છે. શુષ્કતા દૂર કરવા કે વાય જેલી જેવા લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ અને સેક્સ માણવું જોઈએ. જનનાંગોમાં લોહીનો પ્રવાહ જવાથી કોષો તંદુરસ્ત રહે છે અને કુદરતી સ્નિગ્ધતા પૂરી પાડે છે. હોટ ફ્લેશિસ અને થાક પેરીમેનોપોઝ સાથે સંકળાયેલા છે અને તે તમારી શારીરિક ઉર્જા પર માઠી અસર કરે છે આથી તમારે તેની સારવાર માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત આ ઉંમરે તમે નવા પ્રયોગો પણ અજમાવી શકો છો, જેમ કે નવી જગ્યા કે નવા આસનો પણ ઉપયોગી સાબિતથાય છે.

  ગેરમાન્યતા 3 - તમે સેક્સથી બહુ થાકી ગયા છો
  સત્યઃ બની શકે કે તમે 20 વર્ષ અગાઉની સરખામણીએ અત્યારે સંતૃપ્ત થઈ ગયા હોવ. પરંતુ હું બહું થાકી ગયો છું તે માત્ર સેક્સથી દૂર રહેવાનું બહાનું હોવાની શક્યતા વધારે છે. શરીરની ઉર્જામાં નિયમિત ઘટાડો થવાથી સેક્સ માટેની ઈચ્છા મંદ પડી જાય છે આથી તમારે તમારા ડોક્ટરની સલાહ લઈ થાઈરોઈડ અને એનિમિયાની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત તમારે તમારી જીવનશૈલી પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારે બીનજરૂરી કામોને બાજુએ મુકી પૂરતી ઉંઘ લેવી જોઈએ. આ ઉપરાંત જો તમે કામકાજથી કંટાળ્યા હોવ તો સેક્સ માણવા માટે રાતની રાહ જોવાની જરૂર નથી. તમે સવારે કે બપોરે પણ સેક્સની મજા માણી શકો છો.

  ગેરમાન્યતા 4- અગાઉ જે બાબત તમને ઉત્તેજિત કરતી હતી હવે ઉંમરની સાથે તેમાં કોઈ મજા નથી આવતી.

  સત્યઃ આ બાબત ઉંમર કરતાં લાંબા લગ્નજીવન સાથે સંકળાયેલી છે. તમે એકધાર્યા સેક્સથી કંટાળી ગયા હોઈ શકો(તેવી જ સ્થિતિ તમારા પતિની પણ હોઈ શકે) છો, જો આમ હોય તો તેનો તાકિદે ઉકેલ લાવવો જોઈએ. સેક્સની સમજ આપતા વિડીયો કે પુસ્તક વાંચી આ સમસ્યાને દૂર કરો. વિવિધ પ્રકારના આસનો અને પ્રયોગો દ્વારા તમારી કામેચ્છાને પ્રજ્વલિત કરો

  ગેરમાન્યતા 5- અગાઉ મેં ક્યારેય પરાકાષ્ઠાનો આનંદ નથી માણ્યો, હવે બહું મોડું થઈ ગયું છે
  સત્યઃ આ સમસ્યા દૂર કરવી સહેલી છે. મારા એક દર્દીએ મને કહ્યું કે મારું બીજું બાળક થયું તે અગાઉ મને ક્યારેય સેક્સની ચરમસીમાના આનંદનો અનુભવ નહોતો મળતો. તેણે આ પરિવર્તન માટે તેનામાં આવેલા નવા આત્મવિશ્વાસ અને તેને સમાગમ દરમિયાન શું જોઈએ છે તે રજૂ કરવાની ક્ષમતાને કારણભૂત ગણાવ્યા હતાં. શું તમે તણાવમાં છો? તમારે તમારા જીવનસાથી સાથે ઝઘડો થયો છે? આ અને આવી અનેક બાબતો સેક્સની ચરમસીમા માણવાની ક્ષમતા પર અસર કરે છે. તમને શેનાથી ઉત્તેજના થાય છે તે અંગે જાણવા માટે કોઈ સમય નથી હોતો, જાગ્યા ત્યાંથી સવારનું સૂત્ર અપનાવો.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: