#કામની વાતઃ છેલ્લા 1 મહિનાથી જાતીય સંબંધ વખતે અમે બંને પતિ-પત્નીને દુ:ખાવો થાય છે

News18 Gujarati
Updated: June 10, 2019, 6:41 PM IST
#કામની વાતઃ છેલ્લા 1 મહિનાથી જાતીય સંબંધ વખતે અમે બંને પતિ-પત્નીને દુ:ખાવો થાય છે

  • Share this:
સમાગમ વખતે દુખાવો થાય છે.. જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમસ્યા: મારી ઉંમર 52 વર્ષ છે અને પત્ની 48 વર્ષના છે. સમય પહેલાં બધું જ બરાબર હતું. પરંતુ છેલ્લા એક-દોઠ મહિનાથી જાતીય સંબંધ વખતે અમને બંને પતિ-પત્નિને દુ:ખાવો થાય છે. જેથી સેક્સમાં આનંદ આવતો નથી. આમ કેમ થતું હશે?

ઉકેલ: જો પતિ-પત્ની બંનેને સમાગમ વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. આપના પત્ની મેનોપોઝ સમયમાં છે. આ વખતે તેમના શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ દરમ્યાન ચીકાશ આવતા વાર લાગે છે. જેથી યોગ્ય ચીકાશ વગર પ્રવેશ કરવવાની કોષિષ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ધર્ષણ થાય છે જેથી આપ બંનેને દુ:ખાવો થાય છે. આનો સરળ અને ધરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો. અને સાથે સાથે પ્રવેશપૂર્વે ક્રિમ અથવા ખાવાના તેલનો ઉપયોગ કરો. આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દૂર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો તમારા ફેમિલી ડોક્ટર પાસે ઇન્ફેક્શન માટે તપાસ કરાવી લેવી જોઇએ.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

 
First published: June 10, 2019, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading