#કામની વાતઃ જાડી સ્ત્રીને પાતળા પુરુષથી કેટલો અને કેવો સંતોષ મળી શકે?

News18 Gujarati
Updated: March 2, 2019, 6:14 PM IST
#કામની વાતઃ જાડી સ્ત્રીને પાતળા પુરુષથી કેટલો અને કેવો સંતોષ મળી શકે?

  • Share this:
જાડી સ્ત્રીને પાતળો પુરુષ સંતોષી શકે?

સમસ્યા- મારી ઉંમર 23 વર્ષની છે. હું દેખાવે ખૂબ જ સુંદર અને શરીરે ભરાવદાર છું આવતા મહિને મારા લગ્ન છે. મારા પતિ શરીરે એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલા અમે એકબીજાને કિસ કરેલ અને તક મળે ત્યારે થોડી શારિરીક મસ્તીઓ પણ માણેલ છે. દસ દિવસ પહેલા એકાંત મળતા અમે સમાગમ કરવાની કોશિશ કરેલ. પરંતુ પ્રવેશ પહેલા જ એમને સ્ખલન થઇ ગયેલ આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગયેલ જે એકદમ નાના બાળક જેવું હતું. આ ઘટના પછી હું ઘેર જઇને ખૂબ જ રોઇ અને સંબંધ તોડી નાંખવાનો વિચાર કર્યો. પરંતુ શહેરના ખૂબ જ જાણીતા ખાનદાન ને કારણે આ શક્ય નથી. ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી સહેલીઓનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાય પાછુ મારા પતિનું શિશ્ન લગભગ બે-અઢી ઇંચ જેટલું જ છે. તો શું મારે જાતિય સુખથી આ જીવન વંચિત રહેવું પડશે?

ઉકેલ- સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે વાત ખોટી અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શિધ્રસ્ખલન થવું તે સામાન્ય બાબત છે. ઘણીવાર લાંબા સમય બાદ કરેલ સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મન માં રહેલ ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઇ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણો પણ ઘણીવાર સ્ખલન જલદી થઇ જતું હોય છે. જેની ચિંતા કરવાની જરૂર નથી. જેમ પહેલીવાર સાયકલ ચલાવવાની કોશિષ વખતે પડી જવાય છે. પરંતુ પછી મોટર સાયકલ પણ ચલાવી શકાય છે તે પણ કોઇને પાછળ બેસાડીને તેજ રીતે જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શિધ્રસ્ખલનની તકલીફ દુર થતી જશે. અને જો તેમ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં નવી આવેલ દવાથી શિઘ્રસ્ખલનમાં માત્ર સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજુ તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયલ હશે એટલે તે બાળક જેવું લાગતું હશે સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે. અને આ અવસ્થામાં તેની લંબાઇ એક ઇંચ હોય તો પણ ચિંતા કરવી ના જોઇએ. કારણ કે આ સમયે તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે ઉતેજીત અવસ્થામાં શિશ્નની લંબાઇ બે ઇંચ કે તેથી વધારે હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરતી છે. પાતળો પુરુષ જાડી સ્ત્રીની જાતીય ઇચ્છા સંતોષી ના શકે તે વિધાન તમારી સહેલીઓનું અજ્ઞાન છે. માટે સંબંધ તોડી નાંખવાનો વિચાર સુધ્ધા કરવાની જરૂર નથી. તમે તમારુ સુખી અને સફળ દામ્પત્ય જીવન શરૂ કરો એવી શુભેચ્છા.
Published by: Bansari Shah
First published: March 2, 2019, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading