Home /News /lifestyle /#કામની વાતઃ રોજ લસણ-ડુંગળી ખાવાથી સ્પર્મમાં વધ-ઘટ્ટ થાય?

#કામની વાતઃ રોજ લસણ-ડુંગળી ખાવાથી સ્પર્મમાં વધ-ઘટ્ટ થાય?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક કઠોળ અને ઓછી ફેટવાળું દુધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે ......

જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી #કામની વાત... લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે ?

સમસ્યા - મારી ઉંમર 34 વર્ષની છે. મારો સવાલ એ છે કે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટેઅને રોજીંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી તો યોગ્ય જવાબ આપવા વિનંતી છે.

ઉકેલ - બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બંને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલન-ચલન શક્તિ પણ જોવી જરૂરી છે. અને તેમા રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. ચિત્રકામ કરવા માટે કપડું સાફ હોવું જરૂરી છે. તેજ રીતે શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલા રોગનું મૂળ દુર કરવું આવશ્યક છે. લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતિય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામીન ‘સી’વાળો ખોરાક કઠોળ અને ઓછી ફેટવાળું દુધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ. પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય પણ મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી
જરૂરી છે. અને સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published:

Tags: Dr paras shah, Kaam ni vat, Sex education, Sexologist, કામની વાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો