#કામની વાતઃ પત્નીના જાતીય સહયોગ વગર જીવન આકરું લાગે છે, શું કરવું તે નથી સમજાતું

News18 Gujarati
Updated: November 17, 2019, 9:55 AM IST
#કામની વાતઃ પત્નીના જાતીય સહયોગ વગર જીવન આકરું લાગે છે, શું કરવું તે નથી સમજાતું

  • Share this:
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...  શરીરમાંથી આવતી વાસ કોઇપણ વ્યક્તિને સેક્સથી વિમુક્ત કરી શકે છે.

સમસ્યા- મારી ઉંમર 28 વર્ષની છે. અને પત્નીની 25 વર્ષ. લગ્નને આશરે સાતેક મહિના થયા છે. મારી પત્ની મારી નજીક આવવાનું ટાળે છે. કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. ખાસ કરીને ચુંબન અને વધુ નિકટતાની ક્ષણોમાં આવું બને છે. પછી તે બે-ચાર દિવસ સુધી ચિડાયેલ રહે છે મને સિગારેટ પિવાની આદત છે. શું દરેક વ્યસનીઓને આવું અનુભવાતું હશે? પત્નીના જાતીય સહયોગ વગર જીવન આકરું લાગે છે. શું કરવું તે સમજાતું નથી.  ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ- સેક્સ એ કુદરતી અદભૂત ભેટ છે. પરંતુ તેના પુરતા આનંદ માટે યોગ્ય વાતાવરણ, જગ્યા, સમય, સાથી હોવા જરૂરી છે. નહીંતર સેક્સ એ આનંદની જગ્યાએ ત્રાસદાયક બની જતો હોય છે. શરીરમાંથી આવતી પરસેવાની વાસ, મોં માંથી આવતી પાન-તમાકુની વાસ એ કોઇ પણ વ્યક્તિને સેક્સથી વિમુક્ત કરી શકે છે. આનો ઉપાય સહેલો છે. જાતીય સંબધ પૂર્વે બ્રશ કરી લો. અથવા તો મોઢામાં ઇલાયચી, પીપરમીન્ટ જેવાં દુર્ગંધ રહિત વસ્તુઓ ટૂંક સમય માટે રાખીને મમળાવો. અને શક્ય હોય તો સિગારેટ છોડી દો. આમ પણ સિગારેટ, તમાકુ, દારૂ વગેરે સેક્સ અને ઓવર ઓલ હેલ્થ માટે સારું નથી. તેથી ખરાબ લત છોડી અને પત્ની અને પરિવાર સાથે રાજી ખૂશીથી લાઈફનો આનંદ માણો.  કારણ કે ભવિષ્યમાં ચોક્કસ સેક્સની જરૂરિયાત તો ઉદ્ભવશે જ...

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશેઅમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

 
First published: November 16, 2019, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading