#કામની વાતઃ મેનોપોઝ પછી સહેવાસ માણવાની ઈચ્છા થાય?

#કામની વાતઃ મેનોપોઝ પછી સહેવાસ માણવાની ઈચ્છા થાય?
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

ગેરમાન્યતા - તમે રજોનિવૃત્તિકાળની નજીક પહોંચો ત્યારે તમારું શરીર કામેચ્છુક નથી રહેતું

  • Share this:
    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    #કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...



    ગેરમાન્યતા - તમે રજોનિવૃત્તિકાળની નજીક પહોંચો ત્યારે તમારું શરીર કામેચ્છુક નથી રહેતું

    સત્યઃ રજોનિવૃત્તિકાળના કેટલાંક વર્ષો અગાઉ અનિયમિત માસિક, સ્વભાવમાં બદલાવ અને યોનીમાં સ્નિગ્ધતા ઘટી જવી વગેરે જેવા (ક્યારેક)થતાં પરિવર્તનો તમારી સેક્સ લાઈફને અસર કરે છે. પરંતુ શરીરમાં થઈ રહેલા પરિવર્તનો છતાં તે સેક્સ માણવા ઉત્તમ જ છે અને તે બાબતને જાણવી મહત્વની છે. શુષ્કતા દૂર કરવા કે વાય જેલી જેવા લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ અને સેક્સ માણવું જોઈએ. જનનાંગોમાં લોહીનો પ્રવાહ જવાથી કોષો તંદુરસ્ત રહે છે અને કુદરતી સ્નિગ્ધતા પૂરી પાડે છે. હોટ ફ્લેશિસ અને થાક પ્રીમેનોપોઝ સાથે સંકળાયેલા છે અને તે તમારી શારીરિક ઉર્જા પર માઠી અસર કરે છે આથી તમારે તેની સારવાર માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત આ ઉંમરે તમે નવા પ્રયોગો પણ અજમાવી શકો છો, જેમ કે નવી જગ્યા કે નવા આસનો પણ ઉપયોગી સાબિત થાય છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

     
    Published by:News18 Gujarati
    First published:July 29, 2019, 18:25 pm

    ટૉપ ન્યૂઝ