#કામની વાત: ચુંબન કરવાથી એઇડ્સ થાય?

News18 Gujarati
Updated: August 12, 2019, 6:15 PM IST
#કામની વાત: ચુંબન કરવાથી એઇડ્સ થાય?
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... ચુંબન કરવાથી એઇડ્સ થાય?

સમસ્યા - છેલ્લા 9 વર્ષથી હસ્તમૈથુનની આદત છે. તેને કારણે મને જલ્દી સ્ખલન થઇ જાય છે. અને આજ કારણસર શિશ્ન આડુ થઇ ગયેલ છે. હવે મને બિક છે કે જ્યારે સંભોગ કરવાનો વારો આવશે ત્યારે આડા શિશ્નને લીધે મને તકલીફ પડશે. અને પત્નીને આનંદ નહી આપી શકું. તો તેનો ઉપાય અને દવા સૂચવવા વિનંતી છે. જો દવાથી ફાયદો ના થાય તો ઓપરેશનથી થાય એમ હોય તો તેનો ખર્ચ કેટલો આવશે તે પણ જણાવશો. મારો બીજો પ્રશ્ન પણ છે. કોઇ એઇડ્સગ્રસ્ત સ્ત્રીને આપણે હોઠથી હોઠ મલાવીને ચુંબન કરીએ તથા મુખમૈથુન કરીએ તો એઇડ્સ થઇ શકે?

ઉકેલ - હસ્તમૈથુન એક આદત છે. કોઇ બિમારી નહી. મોટાભાગના પુરુષોએ અને ઘણીબધી સ્ત્રીઓએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુનનો આનંદ માણેલ જ હોય ચે. જો હસ્તમૈથુનથી શારિરીક તકલીફ થતી હોય તો ભારત દેશની વસ્તી સો કરોડની થઇ જ ના હોત. યાદ રાખો વપરાશથી વૃધ્ધિ થાય છે. અને બિનવપરાશથી શિથિલતા આવે છે. શિધ્રસ્ખલની સારવાર ઘણીવાર અત્રે ચર્ચી ચૂકેલ છે. તેના માટે જુના લેખો વાંચવા વિનંતી દરેક પુરુષની ઇન્દ્રિય થોડી જમણી કે ડાબી બાજુ, થોડી ઉપર કે નીચે તરફ કેળાના આકરનો વળાક ઘરાવતી જ હોય છે. જે એકદમ સામાન્ય બાબત છે. ચિંતાનો નહીં. જો મારી પાસે દરવાજાની ચાવી નહીં હોય તો હું બારીમાંથી દાખલ થઇશ. મારો મતલબ રૂમમાં પ્રવેશ કરવાનો છે. પછી બારણા કે બારીમાંથી પ્રવેશ કરવાથી કોઇ ફરક પડે? તે જ રીતે ઇન્દ્રિયનો વળાક ડાબી તરફ હોય કે જમણી તરફ પ્રવેશ તો સિધો જ થશે. આનાથી તમને કે તમારા સાથીને જાતીય સંબંધમાં કોઇ જ તકલીફ નહીં પડે. આના માટે દવા કે ઓપરેશન ની કોઇ જ જરૂર નથી. હા પરંતુ લગ્નેતર સંબંધ રાખશો તો એઇડ્સ થવાની શક્યતા પુરેપુરી છે. શરીરના દરેક પ્રવાહી જેવા કે લોહી, આંસુ, લાળ, દુધ વગેરેમાં એઇડ્સના વાયરસ મળેલ છે. પરંતુ માત્ર ચેપ થવા આ વાયરસ એકલા જવાબદાર નથી. પરંતુ કેટલી સંખ્યામાં એટલે કે વાયરલ લોડ પણ અગત્યનો છે. માટે ચેતતો નર સદા સુખી વાળી કહેવત યાદ રાખવી જોઇએ.

કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

 
First published: August 12, 2019, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading