#કામની વાતઃ પત્નીની યોનીમાંથી સફેદ પદાર્થ નીકળે છે, તેનો ચેપ મને લાગી શકે?

 • Share this:
  #કામની વાતઃ શું આ ગુપ્ત રોગ છે? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  સમસ્યા. મારી પત્નીની ઉંમર 30 વર્ષની છે. મારી ઉંમર 36 વર્ષની છે. અમારે બે બાળકો છે. ડોક્ટર સાહેબ મારી પત્નીની યોનીમાંથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ નીકળે છે? શું આ ગૃપ્ત રોગ થવાની નિશાની છે? શું મને પણ આ ચેપ લાગી શકે છે? ખૂબ જ મુંઝાયેલ છું. કોઇ ને કહી પણ શક્તો નથી. પત્નીને પણ પૂછી શક્તો નથી. યોગ્ય માગદર્શન આપવા વિનંતી.

  ઉકેલ. આપના પત્નિનીના યોનિમાર્ગમાંથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ વહે છે તે ગૃપ્તરોગની નિશાની નથી. આને ‘લ્યુકોરિયા’ અર્થાત્ શ્વેતપ્રદર કહે છે. આ એક ફંગલ ચેપ છે. જે મોટાભાગની સ્ત્રીઓ તેમની જીંદગીમાં અનુભવતી હોય છે. ઘણીવાર ટેન્શન, ગુસ્સો, ગરમી, અથવા તો ટ્રાવેલીગના કારણે સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે. સ્ત્રી-પુરુષ બે માંથી એકને ગૃપ્તરોગ થયો
  હોય અને જાતીય સંબંધ નિરોધના પ્રયોગ વગર રાખે તો તેનો ચેપ બીજાને ચોક્કસ લાગી શકે છે. આના માટે આપના પત્નિને તેમના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે લઇ જાવ અને યોગ્ય એન્ટી ફંગલ દવાઓનો કાર્ષ કરાવજો. આ ગૃપ્તરોગ નથી. માટે આપને થવાની શક્યતા નથી. માટે ચિંતા કરવાની જરૂર નથી.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: