#કામની વાતઃ ગૃપ્તાંગ પર દીવેલથી માલિશ કરવાથી વધારે ઉત્તેજન થાય છે. દીવેલથી કોઇ નુકશાન થાય?

News18 Gujarati
Updated: August 20, 2019, 5:39 PM IST
#કામની વાતઃ ગૃપ્તાંગ પર દીવેલથી માલિશ કરવાથી વધારે ઉત્તેજન થાય છે. દીવેલથી કોઇ નુકશાન થાય?
મહિનામાં એકાદ વખત મુખમૈથુન કરી મોઢામાં વીર્ય કાઢવાથી કોઇ નુકશાન થાય ખરું? ઉપયુક્ત મારા પ્રશ્નો ડોક્ટર સાહેબ જરૂરથી જવાબ આપશો.

મહિનામાં એકાદ વખત મુખમૈથુન કરી મોઢામાં વીર્ય કાઢવાથી કોઇ નુકશાન થાય ખરું? ઉપયુક્ત મારા પ્રશ્નો ડોક્ટર સાહેબ જરૂરથી જવાબ આપશો.

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... સંભોગમાં દીવેલ વાપરવાથી કોઇ નુકશાન થાય ખરા?

સમસ્યા -  મારી ઉંમર 45 વર્ષની છે. અને પત્ની ની ઉંમર 37 વર્ષની છે. અમોને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાનો છે. અમે નિયમિત રીતે અઠવાડિયામાં ચારથી પાંચ વખત સંભોગ કરીએ છીએ. સંભોગ પહેલાની રતિક્રિડામાં અમે એકબીજાના ગૃપ્ત અવયવો પર દીવેલથી માલિશ કરીએ છીએ. તેથી અમારા અવયવો વધારે ઉતેજીત થાય છે. અને સંભોગમાં અમને ખૂબ જ આનંદ આવે છે. પરંતુ દરેક સંભોગમાં દીવેલ વાપરવાથી કોઇ નુકશાન થાય ખરા? મહિનામાં એકાદ વખત મુખમૈથુન કરી મોઢામાં વીર્ય કાઢવાથી કોઇ નુકશાન થાય ખરું? ઉપયુક્ત મારા પ્રશ્નો ડોક્ટર સાહેબ જરૂરથી જવાબ આપશો.

ઉકેલ - સેક્સ એટલે માત્ર સમાગમની પ્રક્રિયા જ નહીં પણ ખરા અર્થમાં સાહચર્ય કામક્રીડા બંનેય પાત્રોના આનંદ માટે છે. અને તેની સફળતાનો આધાર સમાગમ પૂર્વેના પ્રેમાલાપ અને પૂર્વક્રિડા પર હોય છે. માટે જો આપ બંન્નેને દિવેલના માલીશથી આનંદ આવતો હોય તો તેમ કરવામાં કાંઇ જ ખોટું નથી. વિવિઘતા દરેક જગ્યાએ આવશ્યક છે. સેકસમાં પણ કોઇ વાર આપ દિવેલને બદલે ક્રિમ અથવા વેસેલીનનો પ્રયોગ કરી શકો છો. બાકી કોઇ પણ પ્રકારના નિદાર્ષ માલીશથી ઇન્દ્રિયમાં કમજોરી આવતી નથી. હા પણ જે મિત્રોને બાળકની ઇચ્છા હોય તેમને કોઇપણ પ્રકારના તેલ, ક્રિમ કે જેલી નો પ્રયોગ ના કરવો જોઇએ આમ કરવાથી શુક્રાણુની હલનચલન શક્તિ ધટી જાય છે. અને ગર્ભ રહેવાની શક્યાતા ઓછી થઇ જાય છે. મુખ-મૈથુનથી કોઇ જ વાંધો ના આવે. અને સ્ત્રી જો આ વિર્ય ગળી જાય તો પણ કોઇ જ નુકશાન કે ગર્ભ રહેતો નથી. વિર્યમાં Froctose અને પ્રોટીન જ હોય છે. માટે એની ચિંતા કરશો નહી. પરંતુ યાદ રાખજો કે મુખ-મૈથુન આપણા દેશમાં ગેરકાનુની છે અને સજાને પાત્ર છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: August 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...