#કામની વાત: ભૂતકાળમાં ઉત્તેજિત કરતી સેક્સ્યુઅલ કલ્પનાને યાદ કરતા મળે છે વધુ આનંદ

News18 Gujarati
Updated: October 6, 2019, 4:48 PM IST
#કામની વાત: ભૂતકાળમાં ઉત્તેજિત કરતી સેક્સ્યુઅલ કલ્પનાને યાદ કરતા મળે છે વધુ આનંદ
ભૂતકાળમાં તમને ઉત્તેજિત કરનારી સેક્સ્યુઅલ કલ્પનાઓને યાદ કરો. જરૂરી નથી કે તેમાં તમારો પાર્ટનર સામેલ હોય. આ કલ્પનાઓ માત્ર તમને ઉત્તેજિત કરવા માટે છે.

ભૂતકાળમાં તમને ઉત્તેજિત કરનારી સેક્સ્યુઅલ કલ્પનાઓને યાદ કરો. જરૂરી નથી કે તેમાં તમારો પાર્ટનર સામેલ હોય. આ કલ્પનાઓ માત્ર તમને ઉત્તેજિત કરવા માટે છે.

  • Share this:
ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) 
સહવાસ દરમિયાન જાતીય સમસ્યા આવતી હોય ત્યારે આ રીતો અજમાવી જોવી જોઈએ..

સૌ પ્રથમ તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લો - તમારા ફેમિલી ડૉક્ટર સંભવિત ચેપ, દવાને લગતી સમસ્યા અથવા દુઃખાવો અથવા ન્યુરોલોજિકલ સમસ્યાની તપાસ કરશે. એન્ટિડિપ્રેસન્ટને લગતી સમસ્યાના કિસ્સામાં જાતીય ક્ષમતાને ઓછી અસર કરે તેવી દવાનું સૂચન કરવા જણાવો.

બદલાતી પરિસ્થિતિને સમજો- યુવાન પુરુષ કોઈ પણ સંજોગોમાં સેક્સ માણી શકવા સક્ષમ હોય છે, પરંતુ 50ની વય પછી પરિસ્થિતિ અત્યંત મહત્વની બની જાય છે. તેથી બંનેને અનુકૂળ હોય તેવી સ્થિતિ જાણી લો.

તમારા આનંદનું મૂલ્ય સમજો- તમે એક ડિલિવરી બોય કરતાં વિશેષ છો. તમે પણ ઉત્તેજનાસભર સંતોષ માટે લાયક છો અને આ માટે જરૂરી ઉત્તેજના મેળવવાનો તમને અધિકાર છે. જો તમે હજી યોનિપ્રવેશ દ્વારા સંભોગ કરતાં હશો તો તમને પૂરતી ઉત્તેજના કે સ્ખલન નહીં થતું હોય. કદાચ તમને વધુ ગાઢ મેન્યુઅલ અથવા ઓરલ ઉત્તેજનાની જરૂર છે. તમારા પાર્ટનરને તે માટે તૈયાર કરો.

તમારા પાર્ટનરને શીખવાડો- તમારા માટે શું બહેતર છે તે તમારા પાર્ટનરને જણાવો અને તે ઉપલબ્ધ બનાવવા તેને તૈયાર કરો. કદાચ તમને ક્ષોભનો અનુભવ થશે. પરંતુ આમ કરવાથી તમારે જે જોઈએ છે તમારા પાર્ટનરને શિખવા મળવા ઉપરાંત તેનાથી બંને વચ્ચેના સંબંધો વધુ પ્રગાઢ બનશે જેનાથી સેક્સ માટેની લાગણી વધુ પ્રબળ બનશે.ઊંડા શ્વાસ લો- તેનાથી નવર્સ સિસ્ટમને આરામ મળે છે જેથી ઉત્તેજક આવેગને પરિણામે ઓર્ગેઝમ અને સ્ખલન શક્ય બને છે.

કલ્પનાઓ કરો- ભૂતકાળમાં તમને ઉત્તેજિત કરનારી સેક્સ્યુઅલ કલ્પનાઓને યાદ કરો. જરૂરી નથી કે તેમાં તમારો પાર્ટનર સામેલ હોય. આ કલ્પનાઓ માત્ર તમને ઉત્તેજિત કરવા માટે છે.

લ્યુબ્રિકન્ટનો ઉપયોગ- સેક્સ્યુઅલ લ્યુબ્રિકન્ટ્સ જનનાંગોને સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને મોટભાગે પુરુષોની પરફોર્મન્સની સમસ્યામાં મદદરૂપ નીવડે છે.

યોગ્ય સેક્સોલોજિસ્ટની સલાહ લો- જો સ્વ-સહાય કારગર ના નીવડે તો યોગ્યતા ધરાવતા સેક્સોલોજિસ્ટની સલાહ લઈ તમારી સમસ્યા દૂર કરો.
First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर