#કામની વાતઃ આફટર પ્લે ક્યારે અને કેવી રીતે કરાય?

News18 Gujarati
Updated: November 11, 2019, 4:40 PM IST
#કામની વાતઃ આફટર પ્લે ક્યારે અને કેવી રીતે કરાય?
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

ઘણા બધા ભારતીય પુરુષો તેમની પત્નીને ઉંઘની ગોળીની જેમ વાપરે છે. સ્ખલન થતા જ મો ફેરવી તરત જ સુઇ જતા હોય છે.

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી #કામની વાતઃ મને આફટર પ્લે વિશે વિસ્તૃત સમજૂતી આપશો.

સમસ્યા- મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. સમાગમ બાદ એટલે કે આફટર પ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આફટર પ્લેમાં શું કરવું એ મારી જટીલ મુંઝવણ છે. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી.

મારો બીજો પ્રશ્ન એ છે કે જે છોકરી સાથે મારા લગ્ન નક્કી થયા છે. તે દેખાવે ખૂબ સુંદર છે. પરંતુ તેના સ્તન પ્રમાણમાં નાના છે. તે મારી સાથે સેક્સ વિશેની ચર્ચા પણ કરે છે. અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. તો કોઇ દવાના ઉપયાર વગર એટલે કે વગર દવાએ તેના સ્તનના કદમાં મોટા થાય તે માટે શું કરવું જોઇએ? મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોને આપ સરળ અને વિસ્તૃત રીતે સમજાવો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.

ઉકેલ-  આપણા ત્યાં મોટાભાગના પુરુષો લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં જ થોડો સમય ફોરપ્લેમાં વિતાવે છે. જ્યારે ફોર પ્લેમાં આ વાત હોય તો આફટર પ્લેની તો વાત જ શું કરવી. ઘણા બધા ભારતીય પુરુષો તેમની પત્નીને ઉંઘની ગોળીની જેમ વાપરે છે. સ્ખલન થતા જ મો ફેરવી તરત જ સુઇ જતા હોય છે. દરેક સ્ત્રીને થાય કે સમાગમ પછી પતિ પોતાને ચુંબન કરે, આલીગન કરે અને રોમાન્ટીક વાતચીત કરે. આફટરપ્લેમાં કાંઇ વિશેષ કરવાનું નથી. જે તેમ ફોરપ્લેમાં કરો છો તે જ આફટરપ્લેમાં કરવાનું હોય છે. જરૂરી નથી પતિ-પત્ની એક સાથે જ ચરમસીમાં મેળવે. જો પતિને ચરમસીમા વહેલી આવી જાય તો તેને હાથથી, વાઇબ્રેટરથી વગેરેથી પત્નીને ચરમસીમા આપવવી જોઇએ. અગત્યની છે ચરમસીમા, નહીં કે તે ક્યા રસ્તે આવી છે.

હવે વાત નાના સ્તનની સુડોળ સ્તન ચોક્કસ સ્ત્રીને આગવી સુંદરતા અપાવે છે. પણ સ્ત્રીનું પુરુ શરીર કામેચ્છા જગાવવા માટે સક્ષમ છે. મોટા સ્તન જ સ્ત્રીને વધારે સેકસી અથવા આ સ્ત્રીઓમાં જ કામેચ્છા વધુ હોય છે તે ગેરમાન્યતા છે. સ્તનનું કદ વધારવા કોઇજ દવા કે તેલ ફાયદાકારક નથી. સર્જરી દ્વારા ચોક્કસ સ્તનનું કદ અને આકાર બદલી શકાય છે. અમુક હળવી કસરતો દ્વારા સ્તનની નીચેના સ્નાયુઓ ઉપસાવી શકાય છે જેથી સ્તન ઉપસી શકે છે. નવપરિણતો માટે આટલી પાયાની સેકસવિષયક સમજ અનિવાર્ય છે. સેકસ વિષયક જ્ઞાન મેળવવાનો નવદંપતીએ છોછ ન રાખવો જોઇએ. કારણ ‘સેક્સ’ એ બે અક્ષરનો નાનો શબ્દ છે, પરંતુ એ માનવજીવનની અડધી આબાદી અને અડધી બરબાદીને આવરી લે છે. માટે જ સેક્સના ગૂઢાર્થોને સમજી તમારુ જીવન આબાદ બનાવો.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કાર

 
First published: November 11, 2019, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading