#કામની વાતઃ ઉંમર વધવાની સાથે વધુ સારી રીતે સેક્સ કેવી રીતે માણી શકાય

 • Share this:
  ઉંમર વધવાની સાથે વધુ સારી રીતે સેક્સ કેવી રીતે માણી શકાય તે જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  મોટાભાગના લોકોમાં મહિલાઓની સેક્સ માણવાની ઉંમર અંગે વિવિધ ખોટા ખ્યાલો કે માન્યતાઓ પ્રવર્તે છે. આવા લોકોના મતે 40 વર્ષની વય પછી મહિલાઓની કામેચ્છા મંદ પડી જતી હોય છે, ખરેખર તો 40 કે તેથી વધુની વયે વધુ બહેતર રીતે સેક્સનો આનંદ માણી શકાય છે પરંતુ આવી ગેરમાન્યતાઓને કારણે મોટાભાગનો વર્ગ એવું માને છે કે માત્ર યુવાનો જ સેક્સ સારી રીતે માણી શકે છે, જે તદ્દન ખોટી વાત છે. અહીં આવી ગેરમાન્યતાઓ વિશે સમજણ આપવામાં આવી છે.

  આ પણ વાંચો-  પ્રેગ્નેન્સીમાં આ 4 ચીજો ખાવાથી થઈ શકે છે ગર્ભપાત

  ગેરમાન્યતા - વધતી વયે સેક્સની જરૂર નથી રહેતી

  સત્ય-  સંતાનના જન્મ પછી સેક્સની જરૂરીયાત શું છે તે અંગેની સ્પષ્ટ પુનઃવ્યાખ્યા કરવી મુશ્કેલ છે. સેક્સ એ પાણી કે ખોરાક નથી કે જેના વિના તમે મૃત્યુ પામો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમને ખુશી, આનંદ કે સંતોષ તથા ભાવનાત્મક અને શારીરિક તંદુરસ્તી પૂરી પાડતી અન્ય બાબતો કરતાં તેની જરૂર સહેજ પણ ઓછી હોય. સેક્સ માણવાથી શરીરના તમામ અંગોમાં લોહીનું પરિભ્રમણ થાય છે જેના પરિણામે શરીરના તમામ અંગોમાં પોષક તત્વો યોગ્ય રીતે પહોંચે છે તથા કચરાનો નિકાલ થાય છે. હૃદયના ધબકારા, ઉંડા શ્વાચ્છોશ્વાસ વગેરે આરોગ્ય માટે લાભદાયી છે.

  આ પણ વાંચો- રીસર્ચ: પલંગ પર સાથી સાથે આટલા સમય સુધી જરૂર કરો લવમેકિંગ
  Published by:Bansari Shah
  First published: