Home /News /lifestyle /#કામની વાતઃ ફેમિલી પ્લાનિંગના ઓપરેશન પછી કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે?

#કામની વાતઃ ફેમિલી પ્લાનિંગના ઓપરેશન પછી કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે?

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી #કામની વાત... સુન્નતના ઓપરેશનમાં કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે?

સમસ્યા- હું સુરતનો વતની છું. મારી ઉંમર 22 વર્ષની છે. જાતે બ્રાહ્મણ છું. મારા શિશ્નની અગ્રત્વચા પાછળ જતી નથી. જાતે બ્રાહ્મણ હોવાથી ઘરવાળા આ ઓપરેશનની ના પાડે છે. આ ઓપરેશન માટે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને તેનો ખર્ચ શું થાય તે જણાવવા વિનંતી. મારા લગ્ન ચાર મહિના પછી છે. તો મારે આ ઓપરેશન પછી શું સંભાળ રાખવાની જરૂર છે તે પણ જાણાવશો.

ઉકેલ- સુન્નતનું ઓપરેશન બે પ્રકારે થાય છે. એક સંપૂર્ણ સુન્નત કે જેમાં ધાર્મિક કારણોસર આગળની અગ્રત્વચા જન્મ પછી થોડાંક દિવસોમાં દૂર કરવામાં આવે છે. અને ઘણીવાર અગ્રભાગ અને નીચેના ભાગને જોડતી ચામડી જેને મેડિકલ ભાષામાં ફેનમ કહેવામાં આવે છે. જે અમુક વ્યક્તિઓમાં ટૂંકી હોય છે. આવી વ્યક્તિઓમાં આ ચામડી પ્રથમવાર સંભોગ વખતે તૂટી જવાની સંભાવના રહેલ છે. જો માત્ર આ ચામડી દૂર કરવામાં આવે, તો તેને હિન્દુ સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. ડોક્ટરી તપાસ બાદ જ નક્કી કરી શકાય કે આપના માટે ક્યું ઓપરેશન કરી શકાય. આ ઓપરેશનમાં દસ મિનિટ જેટલો સમય લાગે છે. અને ચાર કલાકમાં તમે ઘરે જઇ શકો છો. સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન મફત થાય છે. આ ઓપરેશન બાદ આશરે દોઢ મહિના સુધી જાતીય જીવનથી દુર રહેવું
જોઇએ. બાકી બીજી કોઇપણ તકેદારીની જરૂર નથી.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published:

Tags: Dr paras shah, Kaam ni vat, Sex education, Sexologist, કામની વાત