#કામની વાતઃ લગ્નને 2 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં 4 થી 5 વખત સંબંધ રાખીએ છીએ

News18 Gujarati
Updated: May 5, 2019, 5:44 PM IST
#કામની વાતઃ લગ્નને 2 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં 4 થી 5 વખત સંબંધ રાખીએ છીએ

  • Share this:
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

સમસ્યા: મારી ઉંમર 25 વર્ષની છે. મારા લગ્નને 2 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં 4 થી 5 વખત સંબંધ રાખીએ છીએ અમને બન્નેને ખૂબ જ સંતોષ છે. પરંતુ મને લાગે છે આમ કરવાથી મારું વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારુ વજન લગભગ આઠ કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

ઉકેલ:   ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દુર કરવાની જરૂર છે. ઉલટું જો નિયમિત રીતે, એકટીવ સેક્સ માણવાથી વજન ઓછુ થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હોવ તો શક્ય છે. આપનું વજન વધી ગયેલ હોય. અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે, તેમનામાં આડઅસર રૂપે ધણીવાર વજન વધી ગયેલ જોવા મળતું હોય છે. જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે. માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો. સાથે શક્ય હોય તો યોગ-પ્રણાયમ કરો. આમ કરવાથી વજન તો ઘટશે તેમજ માનસિક અને શારિરીક ર્સ્ફુતિ પણ આપનામાં રહેશે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: May 5, 2019, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading