#કામની વાત: જો તમારું બાળક જાતીય શોષણનું ભોગ બન્યું છે, તો તમે શું કરશો?

 • Share this:
  જો તમને લાગે કે તમારું બાળક જાતીય શોષણનું ભોગ બન્યું છે, તો તમે શું કરશો? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  પોતાના બાળકના જાતીય શોષણની વાત દરેક માબાપ માટે અત્યંત આઘાતજનક બાબત છે. પોતાના બાળક અંગે આવી વાત વિચારીને પણ તેઓ અત્યંત દુઃખી થઈ જાય તે સ્વાભાવિક છે. જો કે આવા સમયે સૌથી વધુ માનસિક સ્થિરતા રાખવી જરૂરી બની જાય છે. તમારી લાગણીઓની અવળી અસર તમારા બાળક પર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  રઘવાયા બનીને તમારા બાળકની દરેક ક્રિયા અંગે તેને પ્રશ્નો પૂછી તેને મૂંઝવણમાં મૂકવાને બદલે શંકાશીલ વ્યક્તિ કોઈ પણ રીતે તેની આસપાસ ના ફરકે તે અંગેના તમામ શક્ય ઉપાયો હાથ ધરો.

  તમારા બાળકને ધ્યાનથી સાંભળો બાળકની સાથે નિયમિત વાતચીત કરવા ઉપરાંત માબાપે તેમના બાળકની દૈનિક વર્તણૂકનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેનું કારણ એ છે કે જો તમને તેની વર્તણૂક સામાન્ય કરતાં કંઈક અલગ લાગે તો કદાચ તે તેના જાતીય શોષણનો પ્રાથમિક સંકેત પણ હોઈ શકે છે. આથી માતા-પિતાએ આ મુદ્દે ખાસ કાળજી રાખવાની જરૂર છે.

  • આ ઉપરાંત પડોશમાં રહેતી વ્યક્તિ કે ઘરે ટયુશન પર આવતા શિક્ષક સાથે ના તેના વ્યવહારની પણ સમીક્ષા કરતા રહો.

  • તમારું બાળક અંકલ કે પડોશીની સાથે જતી વખતે અકળામણ અનુભવતું હોય તેમ લાગે છે? અથવા તો શિક્ષકના આગમન સાથે જ તેના વર્તનમાં ફેરફાર થતો જણાય તો તમારે તે અંગેના કારણોની તપાસ કરવી જોઈએ .

  • તરત જ કોઈ તારણ પ૨ ના આવો આવા કિસ્સામાં ઉતાવળથી કોઈ તારણ ના બાંધશો. કેટલાંક બાળકોને ભણવાનું નથી ગમતું અથવા તો
   કોઈકને અંકલ એટલા માટે નથી ગમતા કે તેમની હેરસ્ટાઈલ ડરામણી છે અથવા તો તેમના મોઢામાંથી ગંદી વાસ મારે છે.

  • આમ આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી તમારે બાળકની અસામાન્ય વર્તણૂક અંગે તપાસ કરવાની છે. જો તેમાંથી કોઈ ઉકેલ ના મળે તો તમે બાળકને જે તે વ્યક્તિ અંગે સ્પષ્ટતાથી પૂછી લો કે બેટા ફલાણી વ્યક્તિની હાજરથી તને કેમ તકલીફ થાય છે?


  જાતીય શોષણની કેટલીક નિશાનીઓઃ તમારા બાળકની વર્તણૂકથી વાકેફ થવાની સાથે સાથે જ જાતીય શોષણની નિશાનીઓ જાણવી પણ અત્યંત
  જરૂરી છે. એકાએક પોતાના શરીરને સ્પર્શ કરવાની, અન્ય બાળકો કે મોટેરાઓના શરીરને સ્પર્શ કરવાની ઈચ્છામાં વધારો થવો કે માતા-પિતા તેમને સ્પર્શે તેવી ઈચ્છા પ્રકટ કરવી. જાતીય શોષણ કરનારા દ્વારા કરાયલા વર્તનથી હેબતાઈ ગયા બાદ સામાન્ય બનવા માટે મોટાભાગે બાળકો આમ કરતા હોય છે. કેટલીક વાર આ પ્રકારનું વર્તન બાળક અશ્લિલ સાહિત્યના સંપર્કમાં હોવાનો પણ સંકેત આપે છે. કોઈ ખાસ વ્યક્તિની સાથે હોવાના લીધે અનુભવાતો ડર કે નિયમિત કરવામાં આવતી ક્રિયા કરવામાં આનાકાની વગેરે પણ આપના બાળક સાથે કોઈ ખરાબ વ્યવહાર થયો હોવાના સંકેત હોઈ શકે છે.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: